પાકિસ્તાન સામેના 1971 ના યુધ્ધ વિજય ને 50 વર્ષ પુર્ણ થતા ભારતીય સેના ” સ્વર્ણિમ વિજય વર્ષ ” તરીકે ઉજવસે

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

વિજયની ઉપલબ્ધિ મા વડાપ્રધાને દિલ્હીથી દેશના ચારેય દિશામા મોકલેલ વિજય મશાલ નુ સટેચયુ ઓફ યુનિટી ખાતે 29 મી ના રોજ આગમન

સ્ટેચ્યુ ઓફ યુનિટીની ખાતે સેનાના જવનો ઉપસ્થિત રહેસે -આર્મિ બેન્ડ ની સુરાવલી સાથે થસે મસાલ ડીસ્પ્લે

ભારતીય સેના દ્વારા પાકિસ્તાન સામે ના 1971 ના વર્ષમાં થયેલા યુધ્ધ વિજય ને ” સ્વરણિમ વિજય વર્ષ ” તરીકે ઉજવવામાં આવી રહેલ છે, વિશ્રવ ની સહુથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉપસ્થિત રહી ને સેના ના જવાનો દ્વારા આ વિજય દિવસ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવસે નુ આર્મિ કેપ્ટન રાજા સિંગે જણાવ્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તા 29 મી ના રોજ પાકિસ્તાન સામે ના યુધ્ધ મા વિજય મેળવ્યા ની ઉપલબ્ધિ મા તા. 16 મી ડિસેમ્બર 2020 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસતે 4 મસાલો દિલ્હી ના નેશનલ વૉર મેમોરીયલ ખાતે થી સળગાવી ને દેશ ની ચારે દિશામાં મોકલવામાં આવેલ, આ તમામ મશાલો 16 મી ડિસેમ્બર 2021 ના રોજ દિલ્હી ખાતે પરત ફરનાર છે જે પૈકી એક મશાલ તા 27 મી ના રોજ અમદાવાદ ખાતે આવસે જે વડોદરા ના આર્મી કેમ્પ ખાતે લાવવામાં આવસે અને ત્યાંથી તા. 29 મી ઓગષ્ટ ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મશાલ લાવવામાં આવસે.અને આ મશાલ 30 મીના રોજ મુંબઈ રવાના કરાસે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીખાતે પાકિસ્તાન સામે ના યુધ્ધ મા વિજય મેળવ્યા ની ઉપલબ્ધિ બદલ એક શાનદાર કાર્યક્રમ આર્મી દવારા યોજવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.”સ્વરણિમ વિજય વર્ષ ” ની ઉજવણી ના ભાગ રૂપે સટેચયુ ઓફ યુનિટી ખાતે મશાલ સાથે આર્મી ના બેન્ડ દેશ ભક્તિ ના ગીતો ની સુરાવલી રેલાવસે સાથે સાથે વૉર મુવી પણ બતાવવામાં આવે ની શક્યતાઓ જણાઇ રહી છે. આમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક ભવ્ય કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here