પંચમહાલમાં જિલ્લાકક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે, ભાગ લેવા ૨૦ સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરવાનું રહેશે

ગોધરા, (પંચમહાલ) તુષાર ચૌહાણ :-

રમત,ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તથા જીલ્લા યુવા વિકાસઅધિકારીશ્રીની કચેરી પંચમહાલ દ્વારા સંયુક્ત ઉપક્રમે પંચમહાલ જીલ્લાકક્ષા નવરાત્રી રાસ, ગરબા સ્પર્ધા યોજવામા આવનાર છે. જેમા ગરબા ફ્કત બહેનો ૧૪ થી ૩૫ વર્ષ, રાસ માટે ભાઇઓ તથા બહેનો ૧૪ થી ૪૦ વર્ષની વય મર્યાદા ધરાવતા કલાકારોએ અત્રેની જીલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન ભાગ-ર, પ્રથમ માળ, રૂમ નં.૩૫, ગોધરા જી.પંચમહાલ ખાતે ફોર્મ મેળવીને તા.૨૦/૦૯/૨૦૨૨ સુધી જમા કરવાનુ રહેશે. અત્રે જે કલાકારોના ફોર્મ મળેલ હશે તેઓને સ્પર્ધા સ્થળ,તારીખની જાણ કરવામાં આવશે તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી પંચમહાલ એક અખબારી યાદીમાં જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here