સ્ટેચ્યુ ઓફ યુનિટીના અસરગ્રસ્ત આદિવાસી યુવાનની આત્મહત્યાના પ્રયાસ મામલે નવો ઘટસ્ફોટ

યુવાને પ્રેમમાં હતાશા નીવડતાં આત્મહત્યાનો પ્રયાસ કર્યાનો પોલીસનો દાવો

સરદાર સરોવર નર્મદા નિગમની આદિવાસી યુવાનના ખભે બંદૂક રાખી ગુમરાહ કરાતાં ષડયંત્રકારી સામે પગલાં ભરવાની માંગ

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના ગોરા ગામના યુવાને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેને યોગ્ય સારવાર મળતા તે બચી ગયો હતો. આ યુવાને પ્રથમ પોલીસને પોતે આત્મહત્યા કરવાનુ કારણ તેની જમીન ફરતે ફેન્સીંગ કરી દેવાતા પોતે ખેતી કરી ન શકતા સમગ્ર દોષનો ટોપલો સરદાર સરોવર નર્મદા નિગમ ઉપર ઢોળ્યો હતો અને આત્મહત્યાના પ્રયાસ મામલે નિગમને જવાબદાર ઠેરવ્યું હતુ.

Tribal boy who attempt suicide due to irk of Statue of unity

સમગ્ર પ્રકરણની વાત કરીએતો ગોરા ખાતે રહેતા રાજેન્દ્ર નારણભાઈ તડવીનાઓએ તા. 21 મી જુલાઇના રોજ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેને સારવાર અર્થે વડોદરા ખાતે લઇ જવાયો હતો અને મોતને ભેટતા તેને બચાવી લેવાયો હતો. પોલીસે જે તે સમયે તેનુ નિવેદન નોંધ્યુ હતુ જેમા તેણે પોતાની જમીન ફરતે ફેન્સીંગ કરી દેવાતા પોતે ખેતી કરી ન શકતા પરિવારનો ગુજરાન કઈ રીતે ચલાવવો એવી મજબૂરી ઉભી થતાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને સરદાર સરોવર નર્મદા નિગમને જવાબદાર ઠેરવ્યું હતુ.

આ મામલે ગરુડેશ્વર પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં યુવાનને ગામ નીજ એક યુવતી સાથે પ્રેમ પ્રકરણ ચાલતું હોય યુવતી એ લગ્ન કરવા માટેના પાડતાં યુવાને પ્રેમમાં નિષ્ફળતા મળતાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, નહીં કે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જમીનોને ફરતે ફેન્સીંગ કરવામાં આવ્યુ એ બાબતે.

આમ આદિવાસી અસરગ્રસ્ત ગોરાના યુવાનની આત્મહત્યા ના પ્રયાસ મામલે એક નવો જ વળાંક આવ્યો છે, આ તકને તરતજ સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ઝડપી લેવામાં આવેલ અને નાયબ કલેક્ટર અને વહીવટદાર કેવડીયા નગરના નિકુંજ પરીખે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું છે કે અમોને પોલીસની તપાસ પર સંપુર્ણ વિશ્વાસ છે. યુવાને આત્મહત્યાનો પ્રયાસ પોતાના અંગત સામાજીક કારણોસર કરેલનું બહાર આવતા હવે આ યુવાનને ખભે બંદૂક રાખી નિગમને બદનામ કરવાનો ષડયંત્ર રચાયો, એ ષડયંત્ર રચનાર સામે નિગમે પશ્ર ઉઠાવી તટસ્થ તપાસની માંગણી કરેલ છે.

આમ ગોરા ગામના આદિવાસી યુવાનની આત્મહત્યાના પ્રયાસ મામલે એક નવો જ વળાંક આવ્યો છે ત્યારે આ દિશામાં પોલીસ આગામી દિવસોમાં પોતાની તપાસ કઇ દિશામાં લઇ જાય છે તેના ઉપર મીટ મંડાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here