પંચમહાલ જિલ્લાની ખેતી વિષયક ધિરાણ કરતી સહકારી મંડળીઓ જોગ


નાણાંકીય સહાય માટે જરૂરી દસ્તાવેજો સાથે જિલ્લા રજિસ્ટ્રાર કચેરીનો સંપર્ક કરવો

ગોધરા(પંચમહાલ)
ફરીદ શેખ

જિલ્લા સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રારની એક અખબારીયાદીમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧માં ટૂંકી અને મધ્યમ મુદતનું ધિરાણ તેમજ વસૂલાત તથા સભાસદોની થાપણ વધારવા નાણાંકીય સહાય આપવાની યોજના અમલમાં છે. તેથી ઉક્ત સહકારી મંડળીઓ કે જે છેલ્લા પાંચ વર્ષથી ધિરાણ કરતી હોય, નિયમિત રીતે વસૂલાત કરતી હોય તેમજ યોજનાના ઢાંચા અનુસાર ધિરાણ વસૂલાતમાં વધારો થયેલ હોય તથા સભાસદ થાપણમાં વૃદ્ધિ થયેલ હોય તે મંડળીને સહાય મળવાપાત્ર છે, જે ધ્યાને લઈને જરૂરી પાત્રતા ધરાવતી મંડળીઓએ સન ૨૦૧૫-૧૬થી ૨૦૧૯-૨૦ સુધીના પાંચ વર્ષના હિસાબો તારીજ, નફા-નુકસાન ખાતું, વેપાર ખાતુ, સરવૈયા સાથે ગોધરાના જિલ્લા સેવાસદન-૦૨માં આવેલ જિલ્લા રજિસ્ટ્રારની કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. વધુ માહિતી માટે કચેરી સમય દરમિયાન કચેરીના ફોન નં. ૦૨૬૭૨- ૨૪૨૨૪૫ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here