રાષ્ટ્રપતિની ઉપસ્થિત મા સ્ટેચયુ ઓફ યુનિટી ખાતે યોજાઇ 80 મી અખિલ ભારતીય પીઠાસીન અધિકારી પરિષદ  

 સશક્ત લોકતંત્ર માટે વિધાયિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકાનો આદર્શ સમન્વય 

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

સટેચયુ ઓફ યુનિટી ખાતે આજરોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઉપસ્થિતમાં અખિલ ભારતીય પીઠાસીન અધિકારી પરિષદ યોજાઇ હતી જેમા રાષ્ટ્રપતિ સહુ પ્રથમ જ વાર આવી પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે,
સંવિધાનની રચનામાં સરદાર પટેલની પ્રેરણાને વાગોળી હતી 
રાષ્ટ્રપતિજી પહેલી વખત આ પ્રકારના જાહેર કાર્યક્રમમાં પધાર્યા તે બદલ તેમનો આભાર માન્યો હતો. સંસદમાં લોક અવાજ મજબૂતાઈથી ઉભરે, ન્યાયપાલિકા, કાર્યપાલિકા તથા વિધાયિક સાથે રહી સંકલન રાખી સુદ્રઢ બની કામ કરે. લોકતંત્રમાં મતમતાંતર હોઈ શકે, તેમાં સુધારણા લાવી, આ અંગે વિચાર કરે તે આ સમારોહનો મુખ્ય ઉદ્દેશ હોવાનું લોકસભા અધયક્ષે જણાવ્યું હતું.

આ ઉપરાંત  લોકસભાના  અધ્યક્ષશ્રીએ વડાપ્રધાનશ્રીનો આભાર વ્યકત કર્યો, આ સ્થળે આ સમારોહ યોજવા માર્ગદર્શન આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા.

આ પરિષદમાં ઉપરાષ્ટ્રપતિ  શ્રી વૈંકૈય્યાહ નાયડુ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના ઉદબોધનમાં તેઓએ વિશેષ ખુશીની અનુભૂતિ વ્યક્ત કરી સરદાર પટેલની વિરાટ પ્રતિમા તેમના વિરાટ વ્યક્તિત્વના વખાણ કરી આ સ્થળ ઉત્તમ, પ્રેરણાદાયી અને ઊંચું છે. બ્યુટી એન્ડ ડયુટી- આ સ્થળને સંબંધિત જોતા ધ્યાને લઇ શકાયનું જણાવ્યું હતું.

તમામ ત્રણેય સ્તંભોએ મજબૂતાઈથી કામ કરવું જોઈએ. આ સમારોહ સમયોચિત છે. આ ત્રણેય સ્તંભો વચ્ચે સંવાદિતા હોવી ખૂબ જ જરૂરી હોવા ઉપર ભાર મુકી જવાબદારી, સહકાર, સંકલન અને વિશ્વસનીયતા આ સંસદીય પ્રણાલિકાનો આત્મા હોવાનું તેઓએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here