શહેરા : લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર

લાંબા વિરામ બાદ શહેરા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતાં ખેડૂતોના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ.

શહેરા(પંચમહાલ)
ઇમરાન પઠાણ

જુન મહિના બાદ હાથતાળી આપીને જતા રહેલા મેઘરાજાએ આજે લાંબા વિરામ બાદ બુધવારના રોજ અચાનક એટ્રી કરતા પંચમહાલ જીલ્લાના ખેડૂતોમાં ખૂશીની લાગણી વ્યાપી ગઈ છે અને શહેરા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો સાથે જ છેલ્લા કેટલાક દિવસોથી ઉકળાટ ભર્યું વાતાવરણ હતું તેનાથી પણ લોકોને રાહત મળી હતી.શહેરા અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ નહીં આવતા ખેડૂતોનો પાક સુકાવાની અણી પર હોવાથી ચિંતાતુર બન્યા હતા. ત્યારે બુધવારની વહેલી સવારથી જ આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું હતું અને બપોરના સમયમાં આકાશમાં ગડગડાટ સાથે શહેરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનુ આગમન થયું હતું,શહેરા પંથકમાં વરસાદ થતાં મકાઈ સહિતના પાકોને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી અને ખેડુતો હજી સારો વરસાદ પડે તેવી આશા રાખી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here