શહેરા નગરના વૈધનાથ ચોકડીથી કાંકરી તરફનો રસ્તો બિસ્માર હાલતમાં

તસ્વીર

શહેરા નગરના વૈધનાથ ચોકડીથી કાંકરી તરફ જતો બિસ્માર હાલતમાં થયેલ હોવાથી આ માર્ગનું વહેલી તકે રીપેરીંગ કામ કરાવે તેવી આશાઓ સેવાઈ રહી છે. 

આ માર્ગ પર કોલેજ, મોડેલ સ્કૂલ, આઈ.ટી.આઈ. અને કબ્રસ્તાન પણ આવેલ છે.

હાલ ચોમાસાની હોવાના કારણે માર્ગ પર કાદવ કીચડનો સામ્રાજ્ય થતું છે

શહેરા(પંચમહાલ)
ઇમરાન પઠાણ

શહેરા નગરના વૈધનાથ ચોકડીથી કાંકરી તરફ જતો માર્ગ છેલ્લા કેટલાય વર્ષોથી બિસ્માર હાલતમાં થયેલો હોવા છતાં માર્ગ અને મકાન વિભાગ પંચાયતના અધિકારીએ આ માર્ગ સામે નજર પણ નાખી હોય તેવું જણાતું નથી. આ વૈધનાથ ચોકડીથી કાંકરી તરફ જતા માર્ગ પર સરકારી કોલેજ, મોડેલ સ્કુલ તેમજ આઈ.ટી.આઈ. અને મુસ્લિમ સમાજના બે કબ્રસ્તાન આવેલા છે. કોલેજમાં જતા વિદ્યાર્થીઓને ચોકડીથી થોડે દુર સુધી બિસ્માર થયેલ માર્ગને કારણે ગંદા પાણીમાં થઈને જવું પડતું હોય છે, જેના કારણે વિદ્યાર્થીઓના કપડા પણ બગડતા હોવાના કિસ્સાઓ બન્યા છે. શહેરા તાલુકામાં ઠેર-ઠેર નવિન રસ્તાઓ બનાવવામાં આવે છે અને માત્ર એક થી દોઢ કિલો મીટરનો માર્ગ જે વિદ્યાર્થીઓને આશીર્વાદરૂપ હોવા છતાં તેને વર્ષોથી બિસ્માર હાલતમાં રહેવા દેવાની પાછળનો કયો હેતુ હશે ? શું નવિન રસ્તાઓ બનાવવા માટે સરકાર મંજુરી આપે છે તો રીપેરીંગ માટે સરકાર ગ્રાન્ટ નહીં આપતી હોય કે શું તેવા અનેક સવાલો પ્રજામાં ચર્ચાય છે. આ માર્ગનું વહેલી તકે રીપેરીંગ કામ કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ સહિત નગરજનોની માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here