પંચમહાલ: ગોધરા દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયું ઉજવાયુ

તસ્વીર

મહિલા સશક્તિકરણ પખવાડિયું અભયમ મહિલા હેલ્પલાઇન, ગોધરા દ્વારા
મહિલા સ્વચ્છતા દિવસની થયેલ ઉજવણી

બહેનોને નિરોગી જીવન માટે વ્યક્તિગત અને જાહેર સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું

માહિતી બ્યુરો, ગોધરાઃ

મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે આજે અભયમ મહિલા હેલ્પલાઈન, ગોધરા દ્વારા મહિલા સ્વચ્છતાદિવસની ઉજવણી કરી, મહિલા સમુદાયને વ્યક્તિગત સ્વચ્છતા દ્વારા આરોગ્ય અને નિરોગી જીવન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જિલ્લામાં ૧ થી ૧૪ ઓગસ્ટ દરમિયાન મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગ રૂપે આજે ધોળીગામ વિસ્તારમાં મહિલાઓનો વ્યક્તિગત સંપર્ક કરી અભયમ ટીમ દ્વારા સ્વચ્છતાનો સંદેશો આપવામાં આવ્યો હતો. અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા જાહેર સ્વચ્છતા, શરીર સ્વચ્છતા વિષેની જાણકારી પુરી પાડવામાં આવી હતી.

ટીમના સભ્યોએ અત્યારે જે કોરોના ની મહામારી ચાલે છે તેમાં વ્યક્તિગત સ્વછતા, સોશીયલ ડિસ્ટન્સ જાળવવું, માસ્ક પહેરવું, રોગ પ્રતિકારક શક્તિ વિકસાવવી જરૂરી છે તેમ સમજાવી વ્યક્તિ સ્વચ્છ તો સમાજ સ્વચ્છની ભાવના વિકસે તે માટે મહિલાઓને વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત મુશ્કેલીના સમયે અભયમ મોબાઈલ એપ્લિકેશન અને આરોગ્યસેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. કોઈ પણ માંદગી ના સમયે અર્બન હેલ્થ સેન્ટર, ધન્વંતરિ આરોગ્ય સેવા, હેલ્થ વર્કરનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here