રાજપીપળા નિઝામશાહ દરગાહ પાસે 7 જુગારીઓને LCB પોલીસે ઝડપી પાડયા

રાજપીપળા નિઝામશાહ દરગાહ પાસે પાર્ક કરેલી લક્ઝરી બસમાં જુગાર રમતા 7 જુગારીઓને નર્મદા LCB પોલીસે ઝડપી પાડયા

ઝડપાયેલા જુગારીઓ પાસેથી પોલીસે 55870 નો મુદ્દામાલ જપ્ત કર્યો

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લા LCB પોલીસે આજરોજ ઇદના તહેવાર પ્રસંગે જ રાજપીપળા ખાતે નિઝામશાહ દાદાની દરગાહ પાસે પાર્ક કરેલી લક્ઝરી બસમાં બેસી ગેરકાયદેસર રીતે જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી પાડયા હતા.

નર્મદા જિલ્લામાં જુગાર સહિત વિદેશી દારૂના વેપલા ઉપર પોલીસ વિભાગે જીલ્લા પોલીસ વડા હિમકરસિહની સુચના અને ડી વાય એસ પી રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર નર્મદા જિલ્લામાં તવાઈ બોલાવી છે. ઠેરઠેર બુટલેગરો ઝડપાયા છે. આજરોજ રાજપીપળા ખાતે જુની સબ જેલની પાછળના ભાગે દરગાહ પાસેના માર્ગ પર પાર્ક કરેલી લક્ઝરી બસમાં બેસી જુગાર રમાતું હોવાની બાતમી નર્મદા LCB ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એમ.ગામીતને મળતા પોતાના સ્ટાફના જવાનો સાથે રેડ કરી સાત જુગારીઓ ને ઝડપી પાડયા હતા. જેમાં 1) ઇમરાન નિયાજખાન પઠાણ 2) આશીફ કાલુ પઠાણ 3) વજાખાન ફિરોજખાન પઠાણ 4 ) ફારૂક રફીક રાઠોડ 5) કીરીટ મગનલાલ પૂચાલ 6 ) તનવીર મુસતાક પઠાણ 7 ) ઐયુબ ઈસમાઇલ પઠાણ તમામ રહે. જુની જેલ પાછળ નાઓનો સમાવેશ થાય છે.

પોલીસે ઝડપેલા આઆરોપીઓ પાસેથી રૂ.55,870/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને જુગાર ધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here