કોરોનાના વધતા જતા કેસોને અટકાવવા સેલંબા ગામમાં તા.૧૪ થી ૨૪/૦૭/૨૦ સુધી સેલંબા ગામનો માર્કેટ બજાર સવારે ૭ થી બપોરે ૨ સુધીજ  ખુલ્લા રાખવા વેપારીઓનો નિર્ણય…

સેલંબા,(નર્મદા)
મનોજ પારેખ

બપોરે ૨ વાગ્યા પછી સ્વૈચ્છીક રીતે તમામ ગામ, બજાર બંધ રાખવાનો લેવાયો નિર્ણય

સાગબારા ખાતે મામલતદારની કચેરીમાં વેપારીઓ તથા ગ્રામજનો તથા સેલંબા પંચાયતના સરપંચ તથા તલાટી કમ મંત્રીની હાજરીમાં મિટિંગમા લેવાયો નિર્ણય

સેલંબા વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ વધતા જતા હોય તેને રોકવા સેલંબા ગામમાં તા.૧૪/૦૭/૨૦૨૦ મંગળવારથી તા.૨૪/૦૭/૨૦૨૦ શુક્રવાર સુધી સેલંબા ગામનો માર્કેટ બજાર સવારે ૭ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધી ખુલ્લુ રાખી બપોરે ૨ થી સ્વૈચ્છીક રીતે તમામ ગામ, બજાર બંધ રાખવાનો અનાજ, કિરાણા વેપારી મંડળ,સેલંબા દ્વારા નિર્ણય લેવાયો છે .

સાગબારા ખાતે મામલતદારની કચેરીમાં કોરોના વાયરસની વધતી જતી મારામારીને ધ્યાનમાં રાખી આજે  સેલંબાના તમામ નાના મોટા વેપારીઓ તથા ગ્રામજનો તથા સેલંબા પંચાયતના સરપંચશ તથા તલાટી કમ મંત્રીની  હાજરીમાં મિટિંગ મળી હતી. જેમા વેપારી બંધુઓએ સ્વૈચ્છિકરીતે નિર્ણય લિધો હતો. જે મુજબ  સેલંબા ગામમાં તા.૧૪/૭/૨૦૨૦ થી ૨૪/૦૭/૨૦૨૦ સુધી સેલંબા ગામનું માર્કેટ બપોરે બે વાગ્યા પછી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો બપોરે ૨:૦૦ કલાકે થી સ્વૈચ્છીક રીતે તમામ ગામ, બજાર બંધ રહેશે. જેનુ  પાલન કરવા સૌને  અપીલ કરાઈ છે જેમા દુધ ડેરી અને મેડીકલ સ્વઃ ઈચ્છાએ ખુલી રહેશે. આ નિર્ણય ફક્ત ૧૧ દિવસ પુરતો જ છે. ત્યાર પછી કોરોના વાયરસની મારામારીને ધ્યાને લઈ આગળ વધારમાં આવશે એમ અનાજ, કિરાણા વેપારી મંડળ,સેલંબાએ જણાવ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here