છોટાઉદેપુર જીલ્લામાં ઓવરલોડ રેતી ભરી ફરતી ટકી વિરૂધ્ધ કાર્યવાહી કરતી જીલ્લા ટાફિક પોલીસ તેમજ આર,ટી,ઓ છોટાઉદેપુર

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

શ્રી.સંદિપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન આધારે છોટાઉદેપુર જીલ્લામાં નદીમાંથી ઓવરલોડ રેતી ભરી ટ્રકો મોટાપાયે છોટાઉદેપુર જીલ્લામાંથી પસાર થતી હોય જેથી ઓવરલોડ ટ્રકો વિરૂધ્ધ કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે આધારે શ્રી વિ.એન.યાવડા પો.સ.ઇ.જીલ્લા ટ્રાફિક શાખા તેમજ આર.ટી.ઓ અધિકારી શ્રી એસ.એન.પટેલ તેમજ ટ્રાફિક શાખાના પોલીસ સ્ટાફ સાથે રાખી તા.૧૦/૦૫/૨૦૨૩ના રોજ સંખેડા પોસ્ટે વિસ્તારમાં ગોલા ગામડી ચોકડી થી વડોદરા જતા હાઇવે રોડ ઉપર રેતી ભરેલ ટ્રકોની ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ જે દરમ્યાન ઓવરલોડ રેતી ભરીને વહન કરતી કુલ-૫ ટ્રકો પકડી પાડવામાં આવેલ છે.તે ટ્રક ચાલકોને આર.ટી.ઓશ્રી નાઓએ કુલ-૫ કેસો કરી રૂ.૫૫૦૦૦/- (અંકે રૂપંચાવન હજાર) દંડ ફટકારવામાં આવેલ તેમજ અન્ય ૭ મેમા આપી દંડ રૂ.૬૮૪૬૮/-(અડછઠ હજાર ચારસો અડછઠ) એમ કુલ દંડ ( એક લાખ ત્રેવીસહજાર ચારસો અડછઠ) ફટકારવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/પોલીસ કર્મચારી (૧) વિ.એન.ચાવડા પો.સ.ઇ. જીલ્લા ટ્રાફિક શાખા (૫) હે કો.કમસીંગભાઇ નારસીંગભાઇ બનં-૭૨૨
(૨) એસ.એન.પટેલ આર.ટી.ઓ ઇન્સ્પેકટર છોટાઉદેપુર (૬) હે.કો વિનોદભાઇ ભુરકાભાઇ બ.નં ૯૪૬ (૪) હે.કો.નગીનભાઇ નારણભાઇ બ.નં- ૧૫૧ (૮) (૮) પો.કો.હરસીંગભાઇ ગણેશભાઇ બ.ન- ૨૬૮

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here