કેજરીવાલના સમર્થનમાં પંચમહાલ “આપ” ના કાર્યકરો દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા

ગોધરા, (પંચમહાલ) ચારણ એસ વી :-

કથિત લીકર કેસ કૌભાંડ ની તપાસ કરતી ED એક વર્ષથી પુરાવા આપી શકી નથી છતાં કેજરીવાલને જેલમાં પુરતા
*કેજરીવાલના સમર્થનમાં પંચમહાલ “આપ” ના કાર્યકરો દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા*
સત્તાનો દુર ઉપયોગ ભાજપ ભરપુર કરી રહી છે પરંતુ ‘ખાડો ખોદે તે જ પડે’ ભાજપને જ ભોગવવું પડશે: દિનેશ બારીઆ

આઝાદ ભારતની પહેલી એવી ઘટના છે કે જેમાં તપાસ એજન્સી દ્વારા તપાસ હેઠળ એક મુખ્યમંત્રીને જેલમાં પુરવામાં આવ્યા હોય. તેથી ભારત દેશ અને વિશ્વમાં પણ આ ઘટના ચર્ચાનો વિષય બની છે. દિલ્હીમાં કથિત લીકર કેસ કૌભાંડ ની તપાસ કરતી ઇડી કેન્દ્ર સરકાર ના ઇશારે અને આદેશ થી કામ કરી રહી છે છેલ્લા એક વર્ષથી તપાસ કરતી ઇડી કથિત કૌભાંડ ના કોઈ પુરાવા કોર્ટમાં રજુ કરી શકી નથી છતાં આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં પુરવામાં આવી રહ્યા છે અને દિલ્હી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ જેલમાં પુરવામાં આવ્યા છે ત્યારે સમગ્ર દેશમાં ભાજપ સરકાર ની નીતિ ઉપર સવાલો ઉભા થયા છે. અને દેશમાં આમ આદમી પાર્ટી દ્વારા ” કેજરીવાલ કો આશિર્વાદ” હેઠળ આજ રોજ કાર્યકરો દ્વારા “પ્રતિક ઉપવાસ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં પંચમહાલ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું કે આજે પંચમહાલ જિલ્લામાં પણ દરેક તાલુકા મથકે પદાધિકારીઓ તથા કાર્યકરો દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા છે અને કેજરીવાલજી ને સમર્થન આપવામાં આવ્યું છે. આજે ભાજપ સત્તા ના નશામાં ભાન ભૂલી ગઇ છે અને તાનાશાહ ની રીતે વિપક્ષોને નબળા પાડવા હલકી રાજનીતિ અને નીતિઓ અપનાવી રહી છે આ એક પ્રકારે સત્તાનો દુરૂપયોગ કરે છે અને અનીતિઓ બનાવી તેનો ભરપુર ઉપયોગ કરે છે પરંતુ તે ભૂલે છે કે, દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે લોકો ત્રાસી ગયા છે જ્યારે શાશન બદલશે ત્યારે આ જ ભાજપની અનીતિઓ તેને ભોગવવી પડશે કહેવાય છે ને કે ” ખાડો ખોદે તે જ પડે” આજે ભાજપ કૌભાંડીઓને બચાવી રહી છે તેઓની પાસેથી ચૂંટણી બોન્ડ ના નામે ફંડ લઇ રહી છે અને ભાજપમાં સમાવેશ કરી રહીં છે અને બીજી બાજુ વિપક્ષોને અને નેતાઓને જુઠ્ઠા કેસો કરી તપાસ એજન્સીઓ નો ભરપુર દુર ઉપયોગ કરી હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે આ નિખાલસ રાજનીતિ નથી. ભાજપના કરતુતો આટલા ટુંકા ગાળામાં જ દેશે જોઇ અને જાણી લીધા છે જનતાનો વિશ્વાસ ખોઇ બેઠી છે હવે સત્તા જવાનો વારો આવ્યો છે તેથી ભાજપ રઘવાયુ થયું છે તેમ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું.
ગોધરા, કાલોલ, હાલોલ, તથા મોરવા હડફ તાલુકાઓમાં તાલુકા પ્રમુખશ્રીઓના નેતૃત્વમાં ઉપવાસ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ગોધરા ના દયાળ ગામે રાજુભાઇ પટેલ, હિંમતસિંહ ચૌહાણ, આશિષ કામદાર, લિયાકત પઠાણ, રમેશભાઇ પટેલ સહિતના પદાધિકારીઓ ઉપવાસ કાર્યક્રમમાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here