નર્મદા જિલ્લાની પોઝિટિવ કેસોના મામલે 500 ના મેજીક આંક તરફ આગે કુચ, હાલ 488 પોઝિટિવ કેસો નોધાયા

રાજપીપળામાં આજે ૫ કોરોના પોઝિટિવ સહિત નર્મદા જિલ્લામાં ૧૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

નર્મદા જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જીલ્લામાં પોઝિટિવ દર્દી વધતા 500 ના મેજીક આંક સુધી એક બે દિવસમાં પહોંચી જશે, હાલ કોરોના સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યું છે આજે નર્મદા જિલ્લામાં ૧૧ દર્દી કોરોના પોઝિટિવ નોંધાતા રોજ બરોજ પોઝિટિવ દર્દી પ્રકાશમાં આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે .

નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ મેડીકલ ઓફિસર ડૉ.આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૧૧ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં રાજપીપળામાં હાઉસિંગ બોર્ડ ૧ , રાજપૂત ફળિયું ૧, માલિવાડ ૧, આદિત્ય બેંગ્લો ૧, કડીયાભૂત ૧ એમ કુલ ૫ કોરોના પોઝિટિવ નોંધાયા છે ઉપરાંત નાંદોદ તાલુકાના કરાઠા ગામે ૨, ધારીખેડા ૧, વાવડી ૧ ઉપરાંત ડેડીયાપડા તાલુકાના મંડાણા ૧, સાગબારા ના ગોરડા માં ૧ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે. આમ, જિલ્લામાં કુલ ૧૧ પોઝિટિવ દર્દી નોંધાયા છે

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૩૫ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર સેન્ટરમાં ૨૪ દર્દી દાખલ છે આજે ૪ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૪૨૧ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે સાથેજ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો ૪૮૮ એ પોહોચ્યો છે, આજે વધુ ૩૦૨ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here