પંચમહાલ જિલ્લામાં ટાગોર એવોર્ડ ફોર કલ્ચરલ હાર્મની માટે અરજીઓ મંગાવાઈ

વિશ્વકક્ષાએ સાંસ્કૃતિક સદભાવનાના મૂલ્યો માટે કાર્યરત સંસ્થા અને મંડળને રૂ. ૧ કરોડનો પુરસ્કાર અપાય છે

ગોધરા, માહિતી બ્યુરોઃ

પંચમહાલ જિલ્લા યુવા વિકાસ અધિકારીની એક અખબારીયાદી દ્વારા સાંસ્કૃતિક સદભાવના અને એકતા ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ અને મંડળને ટાગોર એવોર્ડ ફોર કલ્ચરલ હાર્મની એવોર્ડ માટે અરજી કરવા જણાવાયું છે. ભારત સરકાર દ્વારા ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરના પ્રદાનના માનમાં તેમના સ્મરણાર્થે દર વર્ષે ટાગોર એવોર્ડ ફોર ક્લચરલ હાર્મની આપવામાં આવે છે. વિશ્વકક્ષાએ સાંસ્કૃતિક સદભાવનાના મૂલ્યો માટે કામ કરનારને પ્રોત્સાહિત કરવા રૂ. ૧ કરોડનો એવોર્ડ સંસ્થાઓ તથા મંડળને આપવામાં આવે છે. યાદીમાં જણાવ્યા અનુસાર આ અંગેના અરજી ફોર્મ અને જરૂરી નિયમો વેબસાઈટ rajbhavan.gujarat.gov.in અને ઈ-મેઈલ prisee-rajbhavan@gujarat.gov.in તથા secpress-@gujarat.gov.in પરથી મેળવી જરૂરી વિગતો સાથે તા. ૧૪/૦૮/૨૦૨૦ સુધી ગોધરા ખાતેની જિલ્લા સેવા સદન-૦૨ના પ્રથમ માળે રૂમ નં-૩૫માં આવેલ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીએ મોકલી આપવાની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here