છોટાઉદેપુરજિલ્લા પંચાયત દ્વારા નન્હી પરી યોજના નું પ્રચાર પ્રસાર કરાયુ

ઈમ્તિયાઝ મેમણ, બોડેલી(છોટા ઉદેપુર)

તસ્વીર

આજે દીકરા કરતા દીકરીનું જન્મનું પ્રમાણ ખૂબજ ઓછું છે ત્યારે સમાજમાં દીકરીના જન્મને પ્રોત્સાહિત કરવા અને વધાવવાના હેતુસર છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા નન્હી પરી નામની એક યોજના અમલમાં મૂકી છે જેમાં પરિવારમાં પ્રથમ દીકરીનો જન્મ થયો હોય અથવા પ્રથમ દીકરી હોય અને બીજી દીકરીનો જન્મ થયો હોય અથવા પ્રથમ દીકરો હોય અને બીજી દીકરી નો જન્મ થાય એવા પરિવારને આ યોજનાની કીટ આપવામાં આવશે. આ યોજના ૧-૭-૨૦ થી અમલી મુકવામાં આવી છે. તેમજ લાભાર્થીઓને કીટમાં નવજાત શિશુ માટે ઉપયોગી હોય તેવી તમામ ચીજ વસ્તુઓ જેવીકે મેંટ્રેસ, નાનું ઓશીકું, ડ્રેસ, માલિશ માટેનું તેલ, સાબુ, પાવડર નાની મચ્છરદાંની સહિતની ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી યોજનાનો ખર્ચ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી કરવામાં આવશે. બોડેલી તાલુકાના જબુગામ ખાતે માતૃ બાળ સંભાળ કેન્દ્રમાં સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ ચૌધરી સહિત વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

“કલમ કી સરકાર”સાથે વાતચીત કરતા સાંસદ ગીતાબેન રાઠવા જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા નન્હી પરી યોજનાનો શુભારંભ થયો. નન્હી પરી યોજના ખૂબ સારી યોજના જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય વિભાગ દ્વારા વિચાર કરવામાં આવ્યો નાની દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે આ એક યોજના છે આ જિલ્લો એક આદિવાસી જિલ્લો છે જેથી કરીને આ યોજનાના લીધે આ નાની બાળાને ખૂબ સારો લાભ મળે અને મા. મુખ્ય મંત્રી અને મા. વડાપ્રધાન દીકરીઓ માટે ખૂબ ચિંતા કરી છે. બેટી બચાવો બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના દીકરીઓ માટે ખૂબ યોજનાઓ બની છે સાથે સાથે છોટાઉદેપુર જિલ્લામાં પણ નન્હી પરી યોજનાનું લોકાર્પણ થયું, લોન્ચિંગ થયું અને જિલ્લા વહીવટી તંત્રને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તેમજ જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલએ જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ માટે સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં નન્હી પરી યોજના લાગુ પાડવામાં આવી છે લક્ષમી સ્વરૂપ એવા દીકરીના જન્મને વધાવવા માટે તથા દીકરીના જન્મને પ્રોત્સાહિત કરવા માટે અને સરકાર શ્રીના બેટી બચાવો બેટી પઢાવોના સૂત્રને સાથર્ક કરવા માટે પ્રથમ બે સંતાન સુધી છોટાઉદેપુરમાં જન્મનાર તમામ દીકરીને અને તેની માતાને આ યોજનાનો લાભ આપી શુ અને જિલ્લા પંચાયતના સામાન્ય બજેટ છે તેમાંથી આ યોજના મંજુર કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here