નર્મદા જિલ્લાનો આજનો કોરોના પોઝિટિવ કેસોનો એહવાલ

  • નર્મદા જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં ૬ એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૨ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૧ સહિત કુલ ૯ પોઝિટિવ કેસ નોંધાયા
  • જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૪૨૮, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૨૩૧ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૩૧ દરદીઓ સહિત પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૬૯૦ થઈ
  • રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી ૬ દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૨ દરદીઓને આજે રજા અપાઈ
  • રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૩૨ દરદીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૧૭ દરદીઓ અને વડોદરા ખાતે ૬ દરદીઓ તેમજ હોમ આઇસોલેશનમા ૩ દરદીઓ સહિત કુલ-૫૮ દરદીઓ સારવાર હેઠળ
  • જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૫૧,૪૭૨ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૯૯ જેટલા જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૩ જી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૦૬, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૨ (બે) અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૦૧ સહિત કુલ-૦૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૪૨૮, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૨૩૧ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૩૧ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૬૯૦ નોંધાવા પામી છે.

રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી ૬ દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૦૨ (બે) દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૩૨૯ દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૩૦૩ દરદીઓ સહિત કુલ-૬૩૨ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, વડોદરા ખાતે ૬ દરદીઓ અને હોમ આઇસોલેશનમા ૩ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૩૨ દરદીઓ અને કોવીડ કેર સેન્ટર ખાતે ૧૭ દરદીઓ સહિત કુલ-૫૮ દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૭૨, ટ્રુ નેટ (True nat) ટેસ્ટના ૫ (પાંચ) અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટના ૩૬૩ સહિત કુલ-૪૪૦ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા. ૩ જી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૫૧,૪૭૨ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૪૨ દરદીઓ, તાવના ૨૬ દરદીઓ, ઝાડાના ૩૧ દરદીઓ સહિત કુલ-૯૯ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૯,૪૩,૫૩૦ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૪,૬૩,૧૬૦ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here