ડેડીયાપાડા વન વિભાગ સોરાપાડા રેન્જ દ્વારા વન સમિતિના સભાસદ ખેડૂત લાભાર્થીને આંબાની કલમોના રોપાઓનુ વિતરણ કરાયું

નવાગામ,ઉદાલી,મોસીટ સહિતના ગામોની વન સમિતિના સભાસદ ખેડૂત લાભાર્થીને આંબાની કલમના ૨૦૦૦ જેટલા રોપાઓનુ વિતરણ કરી રોપણ કરાવવામા આવ્યું

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

નમૅદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નવાગામ, ઉદાલી, મોસિટ સહિત ની સક્રિય વન સમિતિના સભાસદ ખેડૂત લાભાર્થીઓને વન વિભાગ સોરાપાડા રેન્જ દ્વારા ખેડુત લાભાર્થીને આંબાની કલમના રોપાઓનુ વિતરણ કરવામાં આવતા સમિતિના સભાસદ ખેડૂતોમા ખુશી લહેર ફેલાયેલી જોવા મળી હતી.

તસ્વીર

નમૅદા જિલ્લામાં ત્રણ દિવસ થી સીઝનનો વરસાદ ખુબ સારો એવો ખેડૂતો માટે ફળદાયી નિવડી રહ્યો હોય તેમ જોવા મળી રહ્યો છે સમગ્ર જિલ્લામાં ચોતરફ મેધરાજા મનમોહક વરસીને પડી રહ્યા છે ત્યારે જિલ્લાના ખેડૂતો પોતાની ખેતીની સાથે ખેતરમા તેમજ ખેતરના આજુ બાજુના સેઢે આંબાઓના રોપાઓની વાવણી કરી આંબાના ઝાડો ઉગાડીને ઉછેર કરીને તેમાંથી ખેડૂતો આવકનો સ્ત્રોત ઉભો કરીને રોજગારી મેળવી શકે અને વધુ વૃક્ષો વાવીને જંગલ સમૃદ્ધિ મા વધારો કરી પયૉવરણની વૃદ્ધિ થાય તેવા આશ્ચર્ય હેતુથી નમૅદા વન વિભાગે એક સરનીયહ કાર્ય રૂપ કામગીરી ખેડૂતોના લાભહિત અથૅ હાથ ધરી રહી છે
વન વિભાગ સોરાપાડા રેન્જ દ્વારા આબાની કલમના ૨૦૦૦ જેટલા રોપાઓનુ ડેડીયાપાડાના નવાગામ, ઉદાલી, મોસિટ સહિતના ગામોની સક્રિય વન સમિતિના સભાસદ ખેડૂત લાભાર્થીઓને આંબાની કલમના રોપાઓનુ વિતરણ કરી રોપણ કરાવામાં આવ્યવ્યુ હતું વન વિભાગના આ સરહણીય કાયૅથી ખેડૂત સભાસદો ના આલમમાં ખુશીની મહેક છલકાઈ જવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here