રાજપીપળામાં કોરોનાના કહેર વચ્ચે નગરપાલિકાએ ઉભી કરી પાણીની મોકાણ!!

નગરજનો ઉગ્ર વિરોધ દરશાવવા પહોંચ્યા નગરપાલિકાતો ચીફ ઓફિસરની ઓફીસને ખંભાતી તાળા ! પ્રમુખ પણ લાપતા

નગરપાલિકા ખાતે માટલા ફોડી શાસકો સામે બાળકોએ વિરોધ પ્રદર્શન કર્યું
નગરપાલિકા ખાતે માટલા ફોડી શાસકો સામે બાળકોએ વિરોધ પ્રદર્શન કર્યું તેની તસ્વીર

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપલા નગરપાલિકાના 152 જેટલા કર્મચારીઓ પોતાને ચાર ચાર મહિનાઓથી પગાર જ ન ચુકવાતા હડતાળ પર ઉતરી જતા નગરમાં મોકાણ મંડાઇ છે. એક તરફ નગરને કોરોનાની મહામારી ભરડામાં લઇ રહી છે તેવાં સમયે જ નગરપાલિકાના શાસકોની નિષ્ફળતા સામે આવી છે જે સામે નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે . પોતાના રોષ પ્રગટ કરવા આજરોજ નગરપાલિકા ખાતે નગરના બાળકો ઉમટી પડયા હતા અને નગરપાલિકા ખાતે માટલા ફોડી શાસકો સામે બાળકોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

નગરપાલિકાના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા

નગરપાલિકાના કર્મચારીઓ હડતાલ પર જતા જ રાજપીપળા શહેરમાં પાણીની ગંભીર સમસ્યા ઉભી થઈ છે. બાળકોએ માટલા લઈ રેલી કાઢી નગરપાલિકા પર પહોંચી માટલા ફોડ્યા હતા, રાજપીપળા નગરપાલિકાના અણઘડ વહીવટનું કારણ આજે પ્રજાને વેઠવાનું આવ્યું છે હાલ રાજપીપલા નાગરપલિકાના 152 જેટલા કર્મચારીઓ ગઈકાલથી જ હડતાલ પર ઉતરી ગયા છે કારણ છે કે આ કર્મચારીઓનો 4 મહિનાથી પગાર થયો નથી જેથી કર્મચારીઓએ હડતાળ નુ શસ્ત્ર ઉગામ્યું છે, જેમાં વોટરવર્કસના કર્મચારીઓ પણ હડતાલ પર હોયને ગ્રામજનોને પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે જેને લીધે રાજપીપલાના કેટલાક વિસ્તારના લોકો આજે નગરપાલિકા પર પહોંચ્યા હતા જેમાંથી કસ્બાવાડ વિસ્તારના નાના-નાના બાળકો માટલા લઈને રાજપીપલાના માર્ગ પાર રેલી કાઢી હતી સુત્રોચાર પણ કાર્ય હતા સાથે આ વિસ્તારની મહિલાઓ પણ હતી અને રાજપીપલા નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા જ્યાં બાળકોએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો અને પાણી આપોની માંગ પણ કરી હતી.

રાજપીપળા ચીફ ઓફિસર અને રાજપીપળા નગરપાલિકા પ્રમુખની ઓફિસે તાળા

રાજપીપળા ચીફ ઓફિસર અને રાજપીપળા નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરવા પહોંચેલા લોકોએ બંનેની આફિસે તાળા લટકેલા જોયા હતા અને ત્યારે કોને રજૂઆત કરવી એવો બાળકો સહિત મહિલાઓએ પણ જણાવ્યું હતું. જો આજ સાંજ સુધી પાણી નહિ આવે તો અમે નગરપાલિકા માં જ રહીશું ત્યાં આવેલા નગરપાલિકાના 4 સભ્યોનો પણ ઘેરાવો કરવામાં આવ્યો હતો જો કે આ 4 સભ્યો ગ્રામજનો સાથે છે તેમ કેહતા કલેકટર લને રજૂઆત કરવા પણ આ સભ્યો સાથે ગ્રામજનો પહોંચ્યા હતા જો કે કલેકટરે મૌખિક આશ્વાશન આપ્યું છે કે પોતે સુરત ઓફિસ વાત કરી છે ત્યાંથી માણસો આવશે અને સમસ્યાનું નિરાકરણ લાવશે ત્યાં સુધી રાહ જોવી પડશે અને પાણી વહેલી તકે મળતું થઈ જશે એવુ નર્મદા કલેક્ટરે જણાવ્યું હતું.

કલેક્ટર ને રજુઆત કરાઇ હતી કે;

નગરપાલિકામાં પાણી ની વિનંતી લઈને આવ્યા છે આજે 4 દિવસથી પાણી નથી આવતું અમારે ત્યાં અને ચીફ ઓફિસરની ઓફિસે આવ્યા તો અમે અહીં તાળું જોવા મળ્યું છે અમારા વિસ્તારમાં પાણી નથી આવતું અને સાફ સફાઈ થતી નેથી એની રજૂઆત કરવામાં આવી હતી.

ભાજપા – કોગ્રેસ ભેગા મળીને શાસન ચલાવી રહ્યા છે રાજીનામાં આપી દો –પુર્વ પ્રમુખ મહેશ વસાવા

રાજપીપળા નગરપાલિકામાં સત્તાધારી ભાજપા કોગ્રેસના સમર્થન અને સહકારથી બન્નેને ભેગા મળી શાસન ચલાવી રહ્યા છે નગરમાં કોરોનાની મહામારી વચ્ચે લોકોને પીવાના પાણીની સમસ્યા સર્જાઇ એ ખુબજ ગંભીર બાબત કહેવાય, કર્મચારીઓને પગાર ચુકવવામાં ન આવતા તેમણે પહેલાથી જ ચેતવણી આપી હતી કે આંદોલન કરાશે જે બાબતને ગંભીરતાથી કેમ લેવામાં ન આવી પવિત્ર શ્રાવણ માસ, મુસ્લિમ સમાજની ઇદ જેવા તહેવારોએ પાણીની સમસ્યા સર્જાઇ જે ગંભીર બાબત છે, ભાજપા અને કોગ્રેસના તમામ સદસયોએ કામગીરી ના થતી હોય તો રાજીનામાં આપી દેવા જોઈએની માગણી નગરપાલિકાના જ અપક્ષ સદસય અને પુર્વ પ્રમુખ મહેશ વસાવાએ કરી છે.

તો શુ ભાજપ સહિત કોગ્રેસ ના સદસયો રાજીનામા આપશે ?

આ એક નવો જ વળાંક અને વિવાદ નો મધપુડો મહેશ વસાવાએ પાણીના મુદ્દે નગરજનો સામે છંછેડયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here