ગજાપુરાના માજી સરપંચ અને કોંગ્રેસના તાલુકા મહામંત્રી પ્રતાપભાઈ રાઠવા આમ આદમી પાર્ટીમાં જોડાયા

ઘોઘંબા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ જીલ્લા યુવા મહામંત્રી ભરત રાઠવાએ ખેસ અને ટોપી પહેરાવીને પાર્ટીમાં જોડ્યા

ઘોઘંબા તાલુકામાં આમ આદમી પાર્ટીમાં દિન પ્રતિદિન ભાજપ અને કોંગ્રેસના રાજકીય આગેવાનો જોડાય રહ્યા છે. થોડા દિવસો પહેલા જ સાજોરા ગામના ભાજપના રાજકીય આગેવાન અને માજી સરપંચ રમણભાઈ રાઠવા તેમના કાર્યકરો સાથે જોડાયા હતા.
જ્યારે આજ રોજ પંચમહાલ જિલ્લા યુવા સમિતિના મહામંત્રી શ્રી ભરતભાઈ રાઠવાના સંપર્ક થી ગજાપુરા ગામના માજી સરપંચ અને કોંગ્રેસના તાલુકા મહામંત્રી પ્રતાપભાઈ રાઠવા પણ આમ આદમી પાર્ટીમાં પોતાના કાર્યકરો સાથે જોડાયા છે.
મહામંત્રી ભરતભાઈ રાઠવાએ તાલુકા કાર્યાલય ઉપર પ્રતાપભાઈ રાઠવાને પાર્ટીની ટોપી અને ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા છે.
માજી સરપંચ પ્રતાપભાઈ રાઠવાએ જણાવ્યું છે કે, ટુંક સમયમાં તેઓ પોતાના ૨૦૦ જેટલા કાર્યકરોને આમ આદમી પાર્ટીમાં જોડશે.
ગુજરાતમાં ૨૭ વર્ષથી સત્તા ઉપર બેઠેલી ભાજપ સરકારના રાજમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારી ખુબ વધી ગઈ છે. લોકો પરેશાન થઈ ગયા છે વિપક્ષ કોંગ્રેસ પણ નબળી સાબિત થઈ છે. ત્યારે હવે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યા છે.
ઘોઘંબા તાલુકામાં કેટલાય રાજકીય આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાવા તૈયાર છે, સંપર્કમાં છે તેથી ભાજપ અને કોંગ્રેસમાં ચિંતા પેઠી છે.
જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ માજી સરપંચ પ્રતાપભાઈ રાઠવાને ફોન કરીને પાર્ટીમાં જોડાવા બદલ સ્વાગત કર્યું છે. સાથે સાથે અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે.
ઘોઘંબા તાલુકા પ્રમુખ અર્જુનસિંહ બારીઆ, ઉપ પ્રમુખ જગદીશભાઈ પરમાર, ઉપ પ્રમુખ રમણભાઈ રાઠવા, યુવા પ્રમુખ પંકજભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી પ્રવિણભાઈ રાઠવા, સહમંત્રી મંગલસિહ પટેલીયા, સહ સંગઠન મંત્રી પ્રવિણભાઈ વરીયા, જિલ્લા એસટી સમિતિ ના મહામંત્રી નાનસિંગ રાઠવા, નિકોલા ગામના દિનેશભાઇ, માઇનોરીટી સમિતિ પ્રમુખ મુઝફ્ફર મકરાણી સહિતના કાર્યકરો પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.
જિલ્લા યુવા સમિતિના મહામંત્રી ભરતભાઈ રાઠવાના સંપર્કો અને મહેનતથી ઘોઘંબા તાલુકા આમ આદમી પાર્ટીનું કદ વધી રહ્યું છે. જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆનું માર્ગદર્શન સતત મળતું રહે છે એમ જિલ્લા યુવા સમિતિના મહામંત્રીએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here