દેડિયાપાડા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષી રાજપીપળા ધારાસભ્ય પી ડી વસાવાની અધયક્ષતામા કાર્યકરો ને માર્ગદર્શન અપાયું
રાજપીળા, નર્મદા
આશિક પઠાણ
આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ઓની ચૂંટણી ઓ યોજાવાની હોય પોતાના કાર્યકરોને સજ્જ કરવા તેમનામા ચૂંટણીઓ જીતવા જોમ અને જુસ્સો પુરવા માટે રાજપીપળાના ધારાસભ્ય પી ડી વસાવાની અધયક્ષતામા દેડિયાપાડા ખાતે કાર્યકરો સાથે બેઠક યોજાઇ હતી જે પ્રસંગે જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેશ વાળંદ, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ દામુભાઇ વસાવા, દેડિયાપાડા તાલુકા કોગ્રેસ પ્રમુખ દેવજીભાઇ વસાવા, સાગબારા તાલુકા કોગ્રેસ પ્રમુખ મેહુલભાઈ, સાગબારા તાલુકાના અને દેડિયાપાડા તાલુકાના સંયોજકો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કોગ્રેસ કાર્યકરોની મળેલ બેઠકમા રાજપીપળાના ધારાસભ્ય પી ડી વસાવાએ કાર્યકરોને આગામી દિવસોમાં પંચાયતની ચૂંટણીઓ યોજાવાની હોયને લોકોમા કોગ્રેસ પાર્ટી એ લોકકલ્યાણના કાર્યો પહોચાડવા તેમજ એકમાત્ર કોગ્રેસ પક્ષ જ સમાજના છેવાડાના માનવીના કલ્યાણ અને તેના વિકાસમા માનનારો પક્ષ હોવાનો સંદેશો પહોંચાડવા કટિબદ્ધ બનવાની હાંકલ કરી તમામ કાર્યકરો ને એકસંપ થઇ પક્ષના કલ્યાણમા દેશના કલ્યાણમા લાગી પડવાનું માર્ગદર્શન આપ્યુ હતુ.
આ પ્રસંગે વિવિઘ વક્તાઓએ પણ પોતાના પ્રવચનોમા આગામી પંચાયતની ચૂંટણીઓ જીતવા કાર્યકરોને વ્યુહ રચના નડી કાઢવાની શીખ આપી હતી.