કાલોલના બે ડોકટરોનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરવામાં આવ્યું

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

એક કાલોલ તાલુકામાં ફરજ બજાવતા અને બીજા કાલોલ તાલુકાના વતની એમ બે ડોક્ટરનું સન્માન

કોવીડ ૧૯ મહામારીમાં લોકડાઉન દરમિયાન વૈદ્ય. અંજુમ મુસાણી (વૈદ્ય. પંચકર્મ વર્ગ -૧, જિલ્લા આયુર્વેદ અધિકારી)ના માર્ગદર્શનમાં જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીની કચેરી, આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત પંચમહાલ તથા શ્રીમતી મ.અ.હ સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરાના આયુર્વેદ અને હોમીયોપેથી મેડિકલ ઓફિસરશ્રીઓ, ફાર્માસિસ્ટ મિત્રો, નર્સ બહેનો તથા વર્ગ-૪ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ આયુર્વેદ/હોમીયોપેથી રક્ષણાત્મક કામગીરીની નોંધ લઈ બીજેપી ડૉ. સેલ પંચમહાલ તથા ગાયત્રી પરિવાર કાલોલ દ્વારા પંચમહાલ ના સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, જિલ્લા ભાજપા પ્રમુખ અશ્વિન ભાઈ પટેલ તેમજ વહીવટી તંત્ર જિલ્લા કલેકટર અને મેજિસ્ટ્રટશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે શાહ, જિલ્લા પોલીસ વડા ડૉ.લીના પાટીલ તથા બીજેપી ડૉ.સેલ પંચમહાલના કન્વીનિયર ડૉ. યોગેશ પંડ્યાની પ્રેરક ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના સભાખંડમાં (૧) ડૉ. કૃષ્ણકુમાર તાવિયાડ (મેડિકલ ઓફિસર, સરકારી આયુર્વેદ દવાખાનું પિંગળી, તા. કાલોલ) (૨) ડૉ. પ્રકાશભાઈ ઠક્કર (મેડિકલ ઓફિસર, સરકારી હોમિયપેથી દવાખાનું, તા. દાંતોલ) મૂળ વતની સાતમણા તા. કાલોલ ને અનુક્રમે જિલ્લાના આયુર્વેદ તથા હોમીઓપેથી મેડિકલ ઓફિસૅસના પ્રતિનિધિ તરીકે કોરોના વોરિયર તરીકે સન્માનિત કરવામાં આવ્યા તથા દરેક મેં.ઓ.શ્રી માટે સન્માનપત્ર આપવામાં આવ્યાં.
આ સમગ્ર કાર્યક્રમમાં સર્વે મહાનુભાવો દ્વારા આયુર્વેદ શાખા દ્વારા કરવામાં આવેલ કાર્યોને ખુબ જ બિરદાવવામાં આવ્યા તથા હજુ વધુને વધુ લોકોની આયુર્વેદ/હોમીયોપેથી દવાઓનો ઉપયોગ કરી રોગપ્રતિકારક શક્તિ વધે તેવા પ્રયત્નો ચાલુ રાખવા સૂચન કર્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here