પંચમહાલ જિલ્લામાં હાલોલ ખાતે વન અધિકાર (માન્યતા) અંતર્ગત પેટા વિભાગીય સમિતી, હાલોલની સંયુક્ત સમીક્ષા બેઠક યોજાશે

હાલોલ(પંચમહાલ)

પંચમહાલ જિલ્લામાં આવતીકાલે ૦૬/૦૮/૨૦૨૦ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકે પ્રાંત અધિકારીશ્રી, હાલોલ કચેરી ખાતે વન અધિકારી (માન્યતા) અધિનિયમ ૨૦૦૬ અને નિયમો ૨૦૦૮ પેટા વિભાગીય સમિતી, હાલોલની બેઠક યોજાશે. બેઠકમાં વન અધિકાર સમિતીના પુનઃચકાસણી તથા ગુજરાત નામદાર હાઈકોર્ટના તા. ૦૩/૦૫/૨૦૧૩ના હુકમનામા અન્વયે પુનઃસમીક્ષાના કેસોને મંજૂર-નામંજૂર કરવા બાબતે ચર્ચા-નિર્ણય કરવામાં આવશે. જેની નોંધ લઈ સંબંધિત સભ્યોને ઉપસ્થિત રહેવા વન અધિકાર પેટા વિભાગીય સમિતીના અધ્યક્ષ અને નાયબ કલેક્ટરશ્રીની અખબારીયાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here