છોટાઉદેપુર નગરમાં લગાવેલા ફુવારા રીપેરીંગ કરાવવા માટે તંત્ર પાસે સમય ન હોવાની લોકમુખે ચર્ચાઓ…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર નગરમાં આશરે છો વર્ષ પહેલાં નગરનીમ ધ્યમાં ઝંડાચોક, તળાવની અં’ર અને ગાર્ડનમાં રંગબેરંગ ફુવારા મુકવામાં આવ્યા હતા. જે વારા હાલ બિલકુલ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. જયાં ફુવારા ચાલતા હતા ત્યાં ચારેય તરફ કચરાના ઢગલા સિવાય કશું જોવા મળતું નથી. જેનાથી નગરની મધ્યમાં આવેલ આ ફુવારા બંધ હાલતમાં છે. જે વર્ષોથી શરૂ કરવામાં નહિ આવતા નગરની શોભા ફીકી પડી ગઇ છે. નગરની મધ્યમાં ફુવારા હોય અન્ય કામગીરી અર્થે લાખો અને કરોડો ખર્ચવામાં આવતા હોય પરંતુ ફુવારા રીપેરીંગ કરાવવા માટે તંત્ર પાસે સમય નથી તેમ લાગી રહ્યું છે.નગરમાં નવા નિમાયેલા ચીફ ઓફિસર, વહીવટદાર અને જિલ્લાના વિરષ્ઠ અધિકારીઓ પોતાની ચેમ્બર છોડી નગરના તળાવ, બાગ બગીચા, ચોપાટી, ફુવારા જેવા સ્થળોની મુલાકાત લે તો ખ્યાલ આવે કે સાચી પરિસ્થિતિ શું છે. તેમ પ્રજા ઇચ્છી રહી છે.
છોટાઉદેપુર નગરની મધ્યમાં ઝંડાચોક આવ્યો છે. જયાં શહીદ ભગતસિંહની પ્રતિમા પાસે અગાઉના સમયમાં વર્ષો પહેલાં કલરિંગ ફુવારા મુકવામાં આવ્યા હતા. જેથી નગરની શોભામાં ભારે વધારો થયો હતો. અને સાંજના મસયે ફરવા નીકળતા નગરજનો આ ફુવારા મુકવામાં આવતા આનંદ ફેલાયોહતો પરંતુ છેલ્લાં 4 વર્ષથી આ ફુવાર તદ્દન બંધ હાલતમાં છે. જયાં તેની મશીનરી પાઇપો, નોઝલો ભંગારમાં આપી દીધી હોય તેમ લાગી રહ્યું છે. તેની આસપાસ કચરાના ઢગલા પડેલા જોવા મળી રહ્યા છે. જયારે કુસુમ સાગર તળાવમાંપણ ફુવારા મુકવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here