રાજયમંત્રી મંડળની બેઠકમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતોને લઇને મમહત્વનો નિર્ણય

રાજય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ મહત્વનો નિર્ણય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતો આગામી ૭મી ઑગસ્ટથી દસ કલાક વીજળી અપાશે: ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ

ખેડૂતોના ઉભા પાકને બચાવવામાં રાહતઃ આર્થિક નુકશાન ભોગવવુ પડશે નહી

દિલીપ ગજ્જર

ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે અનેકવિધ ખેડૂતલક્ષી નિર્ણય લઈ કપરા કાળમાં ખેડૂતોના પડખે ઉભી રહી છે ત્યારે આજે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજય સરકારે કર્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતોને આગામી ૭મી ઑગસ્ટથી દસ કલાક વીજળી અપાશે.

ઉર્જામંત્રી શ્રી પટેલે ઉમેર્યુ કે, ઉત્તર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમા વરસાદ ખેચાતા આ વિસ્તારના ખેડૂતો દ્વારા રજૂઆતો મળી હતી. આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજય મંત્રી મંડળની બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણા બાદ આ ખેડૂતલક્ષી નિર્ણય કરાયો છે.

મંત્રી શ્રીએ કહ્યુ કે, રાજયના ખેડૂતોને અત્યારે આઠ કલાક વીજળી પૂરી પાડવામાં આવી રહી છે પરંતું ઉત્તર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ ખેચાતા ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે આ વિસ્તારના ખેડૂતોને હવે આઠ કલાકના બદલે દસ કલાક વીજળી આપવામાં આવશે જેનાથી ખેડૂતોનો પાક બચશે અને આર્થિક નુકસાન સહન કરવુ પડશે નહી તેમ તેમણે ઉમેર્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here