૭૫માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંખેડાની ડી.બી પારેખ હાઈસ્કુલ ખાતે થશે

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

૨૬મી, જાન્યુઆરીના સવારે ૦૯:૦૦ કલાકે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે આવેલી ડી.બી. પારેખ હાઈસ્કુલના પ્રાંગણમાં જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે. તા. ૨૬મી, જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં ૭૫મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે જેના ઉપલક્ષમાં છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંખેડા ખાતે કરવામાં આવશે. જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજવંદન કરીને પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી કરવામાં આવશે.
પ્રજાસત્તાક પર્વ નિમિતે વિવિધ વિભાગોનો ટેબલો,પોલીસ પરેડ,સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવશે. જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કાર્યક્રમમાં જાહેર જનતાને ઉપસ્થિત રહેવા માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here