નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની શક્તિ દિવસ તરીકે ઉજવણી

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ ખાતે ૬ શક્તિ રથો ને કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જયદેવસિંહ ઠાકોરે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.રથ સાથે જોડાયેલ નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ જિલ્લાના હોદ્દેદારો દ્વારા વિવિધ ક્ષેત્રોમાં સારી કામગીરી કરનાર નું સન્માન કરવામાં આવ્યું.
મહિલા સશક્તિકરણ બાબતે કાલોલ તાલુકા વિકાસ અધિકારી સેજલ બેન સંગાડા, કાલોલ રેફરલ હોસ્પિટલ નાં મેડિકલ ઓફિસર ડૉ. શકુંતલા બેન પરમાર  તથા સ્ટાફ, તાલુકા હેલ્થ કચેરી તથા બાળ સેવા કેન્દ્રના કર્મચારીઓ.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેલોલ ખાતે પ્રસુતિની પ્રશંસનીય કામગીરી કરનાર મેડીકલ ઓફિસર તથા કેન્દ્ર ના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું.
ઉતરેડીયા પ્રાથમિક શાળાના શિક્ષકોની સુંદર કામગીરી તથા શાળા માટે આયોજન બદલ આચાર્ય, તમામ શિક્ષકો, સી આર સી શેખ ભાઈ તથા મલાવ શાળાના આચાર્ય તથા ગામ આગેવાનો સાથે બેઠક યોજી સૌના સહકાર થી શાળા ની સારી પ્રગતિ બદલ તમામ નું સન્માન કરી શુભેચ્છા પાઠવવામાં આવી.
ઉતરેડીયા શાળાના શિક્ષક દ્વારા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની જાતે બનાવેલ તસવીર નરેન્દ્ર મોદી વિચાર મંચ ના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી ને યાદગીરી રુપે અર્પણ કરી. સાથે સાથે પૂજ્ય મનુ દાદાનું પુસ્તક “પારસનો સ્પર્શ” તમામ હોદ્દેદારોને વિતરણ કર્યું. અલવા પેટા કેન્દ્ર ખાતે કોરોના રસીકરણ ની ૧૦૦ ટકા કામગીરી કરનાર  ફિમેલ હેલ્થ વર્કર નિલીમા બેન પંડ્યા તથા આશા વર્કર નું સન્માન કરવામાં આવ્યું.
કાતોલ ગામમાં કોરોના રસીકરણ કેન્દ્ર ની મુલાકાત રસીકરણ માટે આવેલ લોકો ને પ્રોત્સાહન પુરું પાડ્યું તથા રસીકરણ કામગીરી કરનાર બહેનોનું સન્માન કરવામાં આવ્યું. તાલુકા સદસ્ય સાથે રસીકરણ કામગીરી સો ટકા થાય તે માટે ચર્ચા કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું.
સમગ્ર કાર્યક્રમની શરૂઆતમાં કાલોલ તાલુકા પંચાયતના યુવા પ્રમુખનું યુવા શક્તિ તરીકે સન્માન કરી પ્રજાલક્ષી કામગીરી માટે શક્તિના પ્રતિક રુપે પેન અર્પણ કરી.
કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ ના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી, પંચમહાલ જિલ્લા ઉપાધ્યક્ષ અતુલ ભાઈ પંડ્યા, મહામંત્રી રમેશ ભાઈ પરમાર, યુવા અધ્યક્ષ વાઘા ભાઈ ભરવાડ, મહિલા અધ્યક્ષ ભારતી બેન જોષી તથા મોટા પ્રમાણમાં હોદ્દેદારો જોડાયા.
નરેન્દ્ર મોદી વિચાર મંચ ની મહિલા શાખા દ્વારા ડેરોલ સ્ટેશન ખાતે કેક કાપીને મોદી જી ના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here