૩ કર્મચારીઓની વય મર્યાદા સંપન્ન થતા ડભોઇ નગરપાલિકા ખાતે વિદાય સમારંભ યોજાયો

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ નગરપાલિકામાં ફરજ બજાવતા નિવૃત થતા કર્મચારીઓનો વિદાય સમારંભ ડભોઇ નગરપાલિકાના સભાખંડમાં યોજાયો હતો. નગરપાલિકાના પ્રમુખની ઉપસ્થિત માં નગરપાલિકાના કર્મચારીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે વયમર્યાદાને કારણે નિવૃત્ત થનાર ત્રણ કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં મેલેરીયા શાખામાં ફરજ બજાવતા અતુલભાઇ ભટ્ટ, બાંધકામ શાખામાં ફરજ બજાવતા એલ. વી. શાહ તથા પટાવાળા તરીકે ફરજ બજાવતા પ્રફુલભાઇ પટેલ આમ ત્રણેય કર્મચારીઓનો વિદાય સમારંભ ડભોઇ નગરપાલિકાના કર્મચારીઓની હાજરીમાં યોજાયો હતો. જેમાં ત્રણેય કર્મચારીઓને મોમેન્ટો અને ગુલદસ્તો આપી સન્માનિત કરાયા હતા. તેઓએ ડભોઇ નગરપાલિકામાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી હતી.કોરોના કાળ ના સમય માં પણ આ કર્મચારીઓ એ નિષ્ઠા પૂર્વક કોરોના વોરિયર્સ ની જેમ કામગીરી બજાવી સમાજને ઉત્તમ સેવા પૂરી પાડી હતી.

જેના કારણે સમગ્ર નગરપાલિકામાં આ ત્રણેય કર્મચારીઓએ પોતાની ફરજ દરમિયાન એક આગવી છાપ ઉભી કરી હતી.જેના પરિણામે સમગ્ર સ્ટાફ પરિવારે આ ત્રણેય કર્મચારીઓને સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે પ્રભુ તેઓને નું દીર્ઘ આયુષ્ય આપે અને આવનાર સમય માં તેઓ જીવન માં પ્રતીઉત્તર પ્રગતિ કરે અને તેઓનુ જીવન સુખમય પસાર થાય એવી પ્રાર્થના કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
જ્યારે આ વિદાય સમારંભ માં ડભોઇ નગરપાલિકાના પ્રમુખ કાજલ બેન દુલાની, અગ્રણી કર્મચારી ગણ, નગરપાલિકાના કારોબારી ચેરમેન વિશાલભાઈ શાહ , ઉપપ્રમુખ એમ.એચ.પટેલ સહીત નગરપાલિકાના સભ્યો અને અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here