હાલોલ : બાસ્કા ગામે નદી ફળીયામાં રહેતા વિજયકુમાર દેવાભાઇ જાદવના ઘરેથી વિદેશી દારૂ ઝડપી પાડતી પંચમહાલ જીલ્લા એલ.સી.બી. પોલીસ

હાલોલ,(પંચમહાલ) રમેશ રાઠવા :-

વિદેશી દારૂ ભરેલ કવાટરીયા નંગ -૪૩૨ કિ.રૂ .૪૩,૨૦૦ / – નો પ્રોહી મુદ્દામાલ ઝડપાયો

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબશ્રી નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓએ અત્રેના જીલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી જરૂરી કાર્યવાહી કરતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળેલી કે . હાલોલ તાલુકાના બાસ્કા ગામે નદી ફળીયામાં રહેતો વિજયકુમાર દેવાભાઇ જાદવ નાનો તેના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરે છે તેવી મળેલ બાતમી આધારે શ્રી આઇ.એ.સિસોદીયા પો.સ.ઇ. એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો દ્વારા બાતમીવાળી જગ્યાએ રેઇડ કરાવતા કરતા નીચે મુજબનો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ છે , બજે કરેલ સદ્દામાલા ( ૧ ) રોયલ ગ્રાન્ડ મલ્ટ વ્હીસ્કીના ક્વાટરીયા નંગ -૩૮૪ કિ.રૂ .૩૮,૪૦૦ / ( ૨ ) એડ્રીલ ગ્રીન એપલ વોડકાના ક્વાટરીયા નંગ -૪૮ કિ.રૂ .૪,૮૦૦ / ક્વાટરીયા ફુલ નંગ -૪૩૨ / – કી.રૂ .૪૩,૨૦૦ / રોપીનું નામ ( ૧ ) વિજયકુમાર દેવાભાઇ જાદવ રહે . બાસ્કા નદી ફળીયું તા.હાલોલ જી.પંચમહાલ ઉપરોકત આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here