હાલોલ વિધાનસભા બેઠક પર મુક્તિબેન જાદવે અપક્ષ તરીકે ઉમેદવારી કરતા રાજકીય ભુકંપ…

હાલોલ, (પંચમહાલ) સાજીદ શેખ :-

મુક્તિબેન જાદવ અગાઉ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા…

આપ દ્વારા ભરત રાઠવાનું નામ જાહેર કરી ટીકીટ અપાતા આજરોજ મુક્તિબેન જાદવે અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી..

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર અને પ્રસાર શરૂ થઈ ગયા છે, જ્યારે બીજા તબક્કામાં મતદાન યોજાનાર પંચમહાલ જિલ્લાની હાલોલ બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાના જુજ કલાકો પહેલા હાલોલની ખ્યાતનામ સમાજ સેવિકા મુક્તિબેન જાદવે ઉમેદવારી પત્ર ભરી દાવેદારી નોંધાવતા હાલોલ મત વિસ્તાર સહિત સમસ્ત પંચમહાલ જિલ્લામાં રાજકીય હડકંપ મચી જવા પામ્યો છે.

મુક્તિબેન જાદવ છેલ્લા કેટલાય સમયથી રાજકીય ક્ષેત્રે જોડાઈ હાલોલ નગર સહિત આજુબાજુના આંતરિયાળ વિસ્તારોમાં સેવાકીય કામગીરી કરતા આવ્યા છે, તેઓ જ્યારે કોંગ્રેસ સાથે જોડાયેલા હતા ત્યારે તેઓએ હાલોલ નગરમાં કોંગ્રેસના હાથને હંમેશા ઊંચો રાખવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ જ્યારે તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયા ત્યારે તેઓએ આમ આદમીના ગેરેન્ટી કાર્ડથી લઈ રોડ રસ્તા પર ઉતરી આમ આદમી પાર્ટીનો પ્રચાર પ્રસાર કર્યો હતો, તદઉપરાંત આંતરિયાળ વિસ્તારોમાં જઈ ગ્રામ્ય લોકોની મૂળભૂત સુવિધાઓના અભાવને સરા જાહેર કર્યો હતો, મુક્તિબેન જાદવની દરેક સેવાકીય કામગીરી આજે પર તેઓના સોશિયલ મીડિયા માધ્યમો પર ચર્ચાઈ રહી છે…

તજજ્ઞોના મતાનુશાર હાલોલ વિધાનસભા બેઠક પર ભાજપની આંતરિક ખેંચતાણ તેમજ કોંગ્રેસમાં યોગ્ય નેતૃત્ત્વના અભાવે આમ આદમી પાર્ટી માટે મોકળો મેદાન હતો, અને જ્યારે આમ આદમી પાર્ટી તરફે મુક્તિબેન જાદવનું નામ આગળ ચાલતું હતું ત્યારે લોક લાગણી પણ તેઓ સાથે હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી.. પરંતુ આપના નસીબે બીજું જ લખાયું હશે જેથી ઉમેદવારની પસંદગીમાં મુક્તિબેનની અવગણના કરી અન્ય ઉમેદવારને મેદાને ઉતારવામાં આવ્યા છે, અને હવે સમાજ સેવાની શપથ લઈ સુરજની પ્રથમ કિરણ જોનાર મુક્તિએ દરેક રાજકીય પક્ષોથી મુકત થઈ સ્વતંત્ર લડી લેવાનું મન બનાવી લીધું છે.. અને આજરોજ નારીશક્તિને ઉજાગર કરવા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી હાલોલ વિધાનસભા બેઠક પર અપક્ષ તરીકે દાવેદારી નોંધાવી હતી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here