કાલોલ વિધાનસભા બેઠક પર લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવાર મહેન્દ્રસિંહ જાદવએ ઉમેદવારી ફોર્મ ભર્યું…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ ની ચૂંટણીને લઈને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા.જેમાં પંચમહાલ જિલ્લાના કાલોલ વિધાનસભાની ટિકિટ કાલોલ તાલુકાના ભુકી ગામના મહેન્દ્રસિંહ રામસિંહ જાદવ અપાતા સમર્થકો અને લોક જનશક્તિ (રામ વિલાસ) પાર્ટીના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ કાલોલ વિધાનસભા બેઠક ઉપરથી લોક જનશક્તિ (રામ વિલાસ) પાર્ટીના ઉમેદવાર મહેન્દ્રસિંહ રામસિંહ જાદવ સાથે લોક જનશક્તિ (રામ વિલાસ) પાર્ટીના રાષ્ટ્રીય સચિવ શકીલભાઇ તીજોરીવાલા રાષ્ટ્રીય સચિવ વિશેષ ઉપસ્થિત રહી ઢોલ નગારા અને પોતાના સમર્થકો સાથે રેલી કાઢી ઉમેદવારી નોંધાવી હતી અને રેલીમાં મોટી સંખ્યામાં સમર્થકો સાથે કાલોલ મામલતદાર કચેરી ખાતે પહોંચી ઉમેદવારી પત્રક ભર્યું હતું જેમાં લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય સચિવ શકીલભાઇ તીજોરીવાલા સાથે વાતચીત દ્વારા જણાવ્યું હતું કે,વિકાસ એ હમારો મુખ્ય મુદ્દો છે અને અમે વિકાસના મુદ્દા પર આગળ વધીશું કાલોલમાં કેટલા વિસ્તારમાં પાણીની સમસ્યા તેમજ રોડ રસ્તા બાબતે અમે વિકાસ કરીશું અને દરેક સમાજને સાથે લઈ ચાલશું.સૌથી પહેલા પ્રાથમિકતા સિંચાઇનું પાણી જે ગામડાની અંદર નથી પહોંચ્યું ત્યાં પહોચાડવાનુ અને રોજગારી માટે ની વ્યવસ્થા ઊભી કરીશું સાથે યુવા આયોગની માંગણી કરીશું તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here