હળવદના એક સભ્ય નાગરીકે ખોવાયેલ પાકીટ પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું…!

હળવદ, (મોરબી), આરીફ દિવાન :-

આજની આ કારમી મોંઘવારીમાં માનવતા હજુ જીવીત છે તેવું જ કંઇક હળવદમાં મળેલ પાકીટ મૂળમાલિકને પરત કરતા ભરવાડ સમાજના સામાન્ય વ્યક્તિ ની માનવતા ને શુભેચ્છા

આજના આધુનિક યુગમાં ચીટર ચોર ટોળકી દ્વારા લોકો ના ગુંજા હળવા કરી છેતરપિંડી કરવાના કિસ્સાઓ અવારનવાર બનતા હોય છે ત્યારે આજની આ કારમી મોંઘવારીમાં હજુ માનવતા જીવિત હોય તેમ હળવદ પંથકમાં એક ઘટના પ્રકાશમાં આવી છે જે સામાન્ય ભરવાડ સમાજના વ્યક્તિને રોકડ રૂપિયા સાથે મહત્વના ડોક્યુમેન્ટ્સ સાથે નું પાકીટ મળેલ હોય એ પાકી મૂળમાલિકને પરત કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે જેમાં અમારા હળવદ પંથકના પ્રતિનિધિ દ્વારા મળતી વિગત અનુસાર હળવદના સુખાભાઇ મુરજી ભાઇ ગોલતર (ભરવાડ) ના છે જેવો સુનીલ નગર મા રહે છે એમ ને ગત તારીખ ૨૩/૧૧ ના રોજ એક પર્સ મળ્યુ હતુ તે પાકીટની અંદર ૫૦૦૦ હજાર રૂપીયા અને ATM અને આધાર કાર્ડ જેવા પુર્ફ હતા જે પુર્ફના આધારે સુખાભાઇ ગોલતરે ફોન કરીને હળવદ ના પ્રખ્યાત શિવાભાઇનુ પાકીટ ખોવાઇ ગયુ હતુ તે ખુબ દુખી હતા જેથી અજુભાઇ ફેસબુક ફેમસમાં દેવાભાઇ અને સુખાભાઇનો ફોન આવતા અજુભાઇના માધ્યમથી રમેશ સોરીયાને ફોન કરીને જાણ કરી અને માહિતી લેતા જાણવા મળ્યુ કે શિવાભાઇ દલવાડીનુ પાકીટ ખોવાય છે. આ નક્કી કરીને અજુભાઇના માધ્યમ થકી સુખાભાઇના ઘરે જઇને શિવાભાઇને પાકીટ હાથો હાથ આપીને પોતાની માનવતા અને એક ઉદારણ પુરૂ પાડ્યુ કે પૈસાની કોઇ ઇજત નથી જે કાંઇ છે તે સંસ્કાર અને પોતાના લોહીના ગુણ હતા કે સુખાભાઇ જેવા વ્યક્તિ એ સામાન્ય મધ્યમ વર્ગના હોવા છતાં પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડી અન્ય માટે પ્રેરણારૂપ બન્યાં છે એ વાતને કોઈ શંકાને સ્થાન નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here