નર્મદા : તિલકવાડા તાલુકામાં ખાતર માટે વલખા મારતા ધરતીપુત્રો…

તિલવાડા,(નર્મદા)
વસીમ મેમણ

હાલ સમગ્ર વિશ્વ સહિત ગુજરાતમા પણ કોરોના મહામારી ચાલી રહી છે બીજી બાજુ ચોમાસાની સિઝન પોતાના મધ્યાંતર સુધી પ્રણાય કરી રહી છે એવા સમયમાં ખેડૂતો એ મોંઘા બિયરણની ખેતરોમાં વાવણી કરી હતી જેને લઈને ઘણા સમયથી તિલકવાળા પંથકમાં જરૂરિયાત મુતાબીક વરસાદ નહિ પડતા બિયારણ સુકાઈ જવાની ચિંતા ધરતીપુત્રોને સતાવી રહી હતી પરંતુ હાલ તિલકવાડાં તાલુકામાં મેઘરાજા એ મહેર કરી છે જેના કારણે જરૂરીયાત મુતાબીક વરસાદ શરૂ થઈ ગયેલ છે અને ખેડૂતો ખેતરોમાં કામે લાગી ગયાં છે ત્યારે પાક માટે ખાતરની જરૂરિયાત હોઈ તેમ છતાં તિલકવાડાં તાલુકામાં ખાતર ડેપોમાં જરૂરિયાત મુતાબીક ખાતર મળી રહ્યું નથી…
ખાતર ડેપોમાં ખાતર માટે ખેડૂતો વ્હેલી સવાર થીજ ખાતરની દુકાનો પાસે લાંબી લાઈનોમાં ઉભા રહેલા જોવા મળી રહ્યા છે ખેડૂતો ખેતીકામ છોડીને ભૂખ્યા તરસ્યા ખાતર લેવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેલા જોવા મળે છે તેમ છતાં ખેડૂતોને જરૂરિયાત મુજબ ખાતર નહિ મળવાથી ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે સાથે ખાતર માટે લાંબી લાઈનોમાં ઉભા રહેતા ખેડૂતોને કોરોના વાઇરસના સંક્રમણનો ડર પણ સતાવી રહ્યો છે
ખેડૂતોને ખાતર ડેપોમાંથી પૂરતા પ્રમાણમાં ખાતર સપ્લાય કરવામાં આવે તે બાબતને પ્રાથમિકતા આપીને સરકારે ખેડૂતોના પાકને નુકસાન ન થાય તે મુજબ વિતરણ કરવું જોઈએ જો આવનાર સમયમાં આવીજ હાલત રહી તો ગાંધી ચીંધ્ય માર્ગે જવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here