હળવદના રણવિસ્તાર એવા ટીકર વિસ્તારના લોકોએ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો

હળવદ,(મોરબી) આરીફ દિવાન

મોરબી જિલ્લાના હળવદ તાલુકા પંથકમાં છેવાડાના રણ વિસ્તાર એવા ટીકર દરિયાઇ વિસ્તારમાં તાજેતરમાં જ સર્વે રોગ નિષ્ણાંત મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ૨૧૦ જેટલા મધ્યમ મજૂર વર્ગના લોકોએ લાભ લીધો છે જે સર્વે રોગ મેડિકલ કેમ્પમાં બાળરોગ નિષ્ણાત ચામડી રોગ નિષ્ણાંત અને સ્ત્રી રોગ નિષ્ણાત પણ સેવાઓ આપી હતી આ મેડિકલ કેમ્પ અંતર્ગત હળવદ ના સેવાના દરિયાઈ વિસ્તાર એવા ટીકર.રણ ખાતે જ્યાં મજુર મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે જેઓ દરિયા ખેડૂત તરીકે પણ ઓળખાય છે એવા મીઠાના અગરિયાઓને આરોગ્ય અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો આ ટીકર (રણ) ગામે યોજાયેલા સર્વરોગ નિદાન-સારવાર કેમ્પમાં ડો.ચિરાગ પટેલ, બાળરોગ નિષ્ણાત ડો.વૈશાલીબેન પટેલ, ચામડીના રોગોના નિષ્ણાત ડો. ભાવિન ભટ્ટી, ટી.એચ.ઓ. ડો કિશન દેથરીયા, ઓર્થોપેડિક ટી.એચ.ઓ. તેમજ સ્ત્રી રોગ નિષ્ણાત તથા મારુતસિંહ ભારતસિંહ, બારૈયા-મોરબી.જિલ્લા કો-ઓ અગરિયા હિતરક્ષક મંચ અને મોબાઈલ યુનિટ ટીકર (રણ) ની ટીમે હાજર રહીને સેવા આપી હતી. આ સર્વરોગ નિદાન-સારવાર કેમ્પમાં ટીકર રણ વિસ્તારના અગરિયા ભાઈ-બહેનો તેમજ બાળકો મળીને કુલ 210 લોકોએ આરોગ્યની સેવાનો લાભ લીધો હતો જે સમગ્ર કાર્યક્રમની તસવીરો માં નજરે પડે છે જેમાં સેવા આપનાર ડૉ.સેવાભાવીઓ અને સંસ્થાના અગ્રણીઓ આગેવાનો સહિત લાભ લેનાર મજુર મધ્યમ વર્ગના લોકો નજરે પડી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here