હર ઘર દસ્તક અભિયાન અંતર્ગત ડભોઈના MLA દ્વારા ડોર ટુ ડોર જન સંપર્ક કરાયો…

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

મારું ઘર રસીકરણ યુક્ત, કોરોના મુક્ત માટે માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જીના નેતૃત્વમાં ૧ ડિસેમ્બરથી શરૂ કરવામાં આવેલ “હર ઘર દસ્તક” અભિયાન અંતર્ગત આજરોજ દર્ભાવતી(ડભોઈ) વિધાનસભામાં આવેલ અણખોલ ગામના બુથ નં-૦૧માં અને ડભોઇ શહેર માં બુથ નં:-169 વોર્ડ-1 માં સૌના ઘરે જઈને કોરોનાની રસી નો ૨ ડોઝ લીધા કે નહિ એની માહિતી મેળવી અને પરિવારનો પૂછી ને ધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટા) એ જનસંપર્ક કર્યો હતો અને વેકસીન અંગે જાગૃક્તા આવે અને રસીના બે ડોઝ અવશ્ય લે તે માટે ધારાસભ્ય એ દરેક ને અનુરોધ કર્યો હતો આ પ્રસંગે વડોદરા જિલ્લા મહામંત્રી ડોક્ટર બી.જે બ્રહ્મભટ્ટ, વડોદરા જિલ્લા કેળવણી મંડળ ડભોઇ પ્રમુખ શશીકાંતભાઈ પટેલ, મહામંત્રી અમિત સોલંકી, વંદન પંડ્યા, મહિલા મોરચા પ્રમુખ સુકીર્તિબેન, મહિલા મોરચાના મહામંત્રી હિનાબેન સહિત વડોદરા જિલ્લાના પ્રભારી શ્રીમતી જહાન્વીબેન વ્યાસ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ પટેલ, જિલ્લાના મહામંત્રીશ્રી કલ્પેશભાઈ પટેલ, તાલુકાના મહામંત્રીશ્રી સરદાર સિંહ અને પાર્થિવ પટેલ, વડોદરા તાલુકાના પ્રભારી શ્રી મહેશભાઈ(દાજી), યુવા મોરચા તાલુકાના પ્રમુખશ્રી ધ્રુવભાઈ પટેલ, યુવા મોરચાના આગેવાન કેતનભાઈ ઠાકોર અને કર્મનિષ્ઠ કાર્યકતામિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here