સ્વ. વડાપ્રધાન જવાહરલાલ નહેરુના રાજપીપળા સાથેના સંસ્મરણોને તાજા કરાવતો રાજપીપળાનો યુવાન

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા રાજપીપળા માં પ્રવેશતા સફેદ ટાવર પાસે રાજપીપળા શહેર કૉંગ્રેસ અધ્યક્ષ માલવ બારોટે રાહુલ ગાંધીને પોર્ટ્રેટ ભેટ આપ્યું

પોટ્રેટ માં રાહુલ ગાંધી ના દાદા જવાહરલાલ નેહરુ અને માલવ બારોટ ના દાદા અમરસિંહ નાથાબાવા ની તસ્વીર

નર્મદા ડેમ ના ખાતમુહૂર્ત માટે 1961 માં રાજપીપળા ના એરોડ્રમ ખાતે પ્લેન દ્વારા આવેલ સ્વ.વડાપ્રધાન જવાહરલાલ નેહરુ નું સ્વાગત કરાયુ હતું

રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ સ્વ. પન્નાલાલ પંડ્યા અને શહેર કોંગ્રેસ પ્રમુખ અમરસિંહ નાથાબાવા એ એરોડ્રમ ખાતે જવાહરલાલ નેહરૂ નું સ્વાગત કર્યું હતું

રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈને નર્મદા જિલ્લાના વડુમથક રાજપીપળા ખાતે આવ્યા હતા ત્યારે રાજપીપળા ના મધ્યમાં આવેલા સફેદ ટાવર ખાતે એક ઐતિહાસિક અને સ્મરણીય ઘટના ઘટી હતી. રાહુલ ગાંધીને રાજપીપળા ના યુવાન અને શહેર કોંગ્રેસના અધ્યક્ષ માલવ બારોટે સ્વર્ગસ્થ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ની એક તસવીર પોર્ટ્રેટ સ્વરૂપ ભેટ આપી દાયકાઓ જુના સંસ્મરણો તાજા કરાવ્યા હતા. અને રાહુલ ગાંધીને રાજપીપળા અને નર્મદા જિલ્લા સાથે તેઓના દાદા અને સ્વર્ગસ્થ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ નો એક અલૌકિક અને અનેરો સંબંધ હોવાનું પણ જણાવ્યું હતું. અને નર્મદા ડેમ ના શિલાન્યાસ ની ઐતિહાસિક ઘટનાને યાદ કરાવી હતી.

સ્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ નર્મદા ડેમના શિલાન્યાસ માટે જયારે 1961 માં આવ્યા હતા ત્યારે તેઓ વિમાન મારફતે રાજપીપળા ખાતેના રજવાડા સમય ના એરોડ્રમ ખાતે ઊતર્યા હતા, અને ત્યાંથી રોડ માર્ગે નર્મદા ડેમ નું શિલાન્યાસ કરવા માટે નવાગામ ગામ ખાતે જવા રવાના થયા હતા. અને ત્યાં પહોચી નર્મદા ડેમ નું શિલાન્યાસ કર્યુ હતું. તે પ્રસંગે તેઓની સાથે સ્વ. વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી સ્વ. જીવરાજભાઈ મહેતા સહિત અન્ય મહાનુભાવો પણ એરોપ્લેન મારફતે રાજપીપળા ખાતે આવ્યા હતા.

વડાપ્રધાન જવાહરલાલ નેહરુ ને એ સમયે આવકારવા માટે
રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ સ્વ. પન્નાલાલ પંડ્યા અને એ સમય નાં રાજપીપળા શહેર કોંગ્રેસના પ્રમુખ અને નગરના અગ્રણી વેપારી સ્વ. બારોટ અમરસિંહ નાથાબાવા ઍરોડ્રમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા, અને જવાહરલાલ નહેરુ સહિત ના મહાનુભવો ને આવકાર્યા હતા. એ સમયે ઍક તસવીર રાજપીપળા ખાતે રજવાડા સમય ના એરોડ્રમ ઉપર લેવામાં આવી હતી.

પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે નર્મદા ડેમ ના ખાતમુહૂર્ત કરવા માટે રાજપીપળા આવ્યા ત્યારે લેવાયેલ તસવીર એક અલૌકિક અને ઐતિહાસિક સંસ્મરણ બની રહી હતી, ત્યારે રાહુલ ગાંધીના ભારત જોડો ન્યાય યાત્રા ના રાજપીપળા ખાતેના આગમન ટાણે રાજપીપળા શહેર કોંગ્રેસના અધ્યક્ષ માલવ બારોટે પોતે છેલ્લા 35 વર્ષોથી બ્લેક એન્ડ વાઈટ માં લેવામાં આવેલી આ તસવીર જે સાચવી રાખી હતી તેનું એક સુંદર પોર્ટ્રેટ બનાવી આ તસવીર રાહુલ ગાંધીને ભેટ સ્વરૂપ આપી હતી, અને દાયકાઓ જૂના સંસ્મરણો ભારત જોડો ન્યાય યાત્રા માં તાજા થયા હતા, રાહુલ ગાંધીના દાદા સ્વર્ગસ્થ વડાપ્રધાન જવાહરલ નેહરુ પણ રાજપીપળા ના આંગણે પધાર્યા હતા ની સાક્ષી પુરતી તસવીર રાહુલ ગાંધીને સપ્રેમ ભેટ અપાઇ હતી. જે રાહુલ ગાંધીએ સહર્ષ સ્વીકારી હતી. સંજોગ વાસાત જ્યારે પંડિત જવાહરલાલ નેહરુ 1961 માં નર્મદા ડેમના શિલાન્યાસ કરવા માટે વિમાન માર્ગે રાજપીપળા ખાતે આવ્યા હતા ત્યારે તેમની સાથે તસવીરમાં જણાતા અમરસિંહ નાથાબાવા બારોટ જે તે સમયે રાજપીપળા શહેર કોંગ્રેસના પ્રમુખ હતા જ્યારે હાલ તેમના પોત્ર માલવ બારોટ પણ રાજપીપળા શહેર કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સેવા બજાવી રહ્યા છે, અને એક પોત્રે બીજા પોત્ર ને પોતાના બાપ દાદાના જમાના ની તસ્વીર ભેટ સ્વરૂપ આપી જુના સંસ્મરણોને વાગોળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here