રાજપીપળામાં રેલ્વે શરૂ કરવા અને એરપોર્ટ બનાવવા માટે વેપારી મંડળની રાહુલ ગાંધીને રજૂઆત

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ભારત જોડૉ ન્યાય યાત્રા લઈને રાજપીપળા ખાતે આવેલા રાહુલ ગાંધી સમક્ષ રાજપીપળા ના સફેદ ટાવર ખાતે રાજપીપળા વેપારી મંડળે નર્મદા જિલ્લાના વડુમથક રાજપીપળા સાથે વિકાસના મામલે અન્યાય થતો હોવાની રજૂઆત કરી હતી, અને રાહુલ ગાંધીને આવેદનપત્ર આપ્યું હતું.

રાજપીપળા ના વેપારી મંડળે આપેલા આવેદનપત્રમાં રાજપીપળામાં રજવાડા સમયથી રેલ્વે લાઈન ચાલુ હોય જે હાલમાં કેન્દ્ર સરકારે બંધ કરી દીધી છે જેનાથી રાજપીપળા ના વિકાસ માં અવરોધ થઈ રહ્યો છે આ રેલવે લાઇન પુનઃ શરૂ કરવા માટે રાહુલ ગાંધી ને રજુવાત કરાઈ હતી.

તેમજ રાજપીપળા ના પૂર્વ રાજવી ના સમયમાં નગર ના ખેડૂતો પાસેથી એરોડ્રામ બનાવવા માટે જમીનો સંપાદન કરવામાં આવી હતી, હાલ આ જમીનો સરકાર હસ્તક છે ત્યારે એ જમીન ઉપર એર સ્ટ્રીપ બનાવી રાજપીપળા ના રુંધાતા વિકાસને ગતિ આપવા માટે એરોડ્રામ બનાવવાની પણ રાજપીપળા ના વેપારીઓએ રાહુલ ગાંધી સમક્ષ રજૂઆત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here