છોટાઉદેપુર જિલ્લાના કદવાલ ગામમાં ઢોલ-નગારા ડીજેના તાલે કોમી એકતા સાથે શ્રીજીનું આન બાન શાનથી વિસર્જન…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામે ઢોલ નગારા અને ડીજેના તાલે આન-બાન-શાનથી શ્રીજીની શોભાયાત્રા નીકળી હતી મોટી સંખ્યામાં શ્રીજી ના ભક્તો ખુશીથી ઝુમતા નજરે પડી રહ્યા હતા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કડવાં વિસ્તારના આંબાવાડી ના છલિયાનાળામાં ગણેશ જીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવેલ હતું ભારે ઉત્સવ અને ભક્તિ ભાવપૂર્વક ચોકડી મેન બજાર ની ગણેશ ઉત્સવની હન્ટર ગ્રુપ દ્વારા પૂર્ણાહુતિ થઇ હતી
કદવાલ માં વિઘ્નહર્તા દુધળા દેવ કદવાલ ચોકડી મેન બજાર માં અતિથિ માણ્યા બાદ આન બાન શાનથી ગણપતિ બાપા મોરિયાના જય ધારા સાથે શ્રીજીની વિસર્જન યાત્રા નિકળી હતી ઢોલ નગારા તથા ડીજેના મનમોહન સુર સાથે શણગારેલા વાહનમાં કદવાલ ચોકડી મેન બજાર માં શ્રીજીની શોભાયાત્રા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે નીકળી હતી ગણેશ ભક્તો અનિલ ગુલાલ ઉડાડતા અને કપાળે ગણપતિ દાદા મોરીયા ની કેસરી પટ્ટી બાંધી ડીજે તેમજ ઢોલ-નગારાના તાલે ભક્તો પોતાની આગવી શૈલીમાં નાચગાન અને ડિસ્કો કરી આકર્ષક બન્યા હતા ગણપતિ દાદા મોરીયા થી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠતા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું કદવાલ ચોકડી બજારમાં શોભાયાત્રા ફર્યા બાદ ગામના આંબાવાડી છનિયાણા તળાવ ખાતે પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે છે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું ગણેશ વિસર્જન દરમિયાન પોલીસ સ્ટેશનના સ્ટાફ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ગણેશ ભક્તો દ્વારા અગલેબરસ જલદી આના ગણપતિ બાપા જેવા નામથી વિસર્જન સ્થળ ગુંજી ઉઠ્યું હતું પોલીસના ચુસ્ત બંદોબસ્ત તેમજ હિંદુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને ગણેશ આયોજકો ના સાથ સહકારથી શાંતિપૂર્ણ વાતાવરણમાં ગણપતિ વિસર્જન પૂર્ણ થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here