ગણેશ ચતુર્થીના દિવસે ધાર્મિક નગરી સિદ્ધપુરનાં વિવિધ ગણપતિ દાદાના સ્થાનકે ભક્તોનું ધોડાપુર ઉમટ્યું..

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

શહેરના તમામ પ્રાચીન ગણપતિદાદાનાં મંદિરોને ફુલોની આંગીથી શણગારવા મા આવ્યા

સનાતની હિન્દુ સંસ્કૃતિમાં સર્વ કાર્યની શુભ શરૂઆત જેમના પૂજનથી કરવામાં આવે છે તેવા વિધ્નહર્તા ભાગવાન સદાશિવ ભોળાનાથ અને માં અન્નપૂર્ણાના પુત્ર દેવતાઓમાં પ્રથમ પૂજનીય દેવ એવા ગણેશજીનાં પવિત્ર પવૅ સમા માગશર વદ ચોથ (વેપારી ચતુર્થી)ને બુધવારના દિવસે શહેરનાં વિવિધ ગણેશ મંદિરો ખાતે વહેલી સવારથી દાદાને વિષેશ પૂજન તેમજ શણગાર કરાયા હતા માગશર વદ ચોથના દિવસને ગણેશ વ્રતની ચોથ, વેપારી ચોથ અને સંકટ ચતુર્થી તરીકે પૂજનીય માનવામાં આવે છે.આજે સંકટ ચતુર્થીના દિવસે પ્રસિધ્ધ ગણપતિ પંચાયત મદિર સહિત શહેરના વિવિધ ગણપતિ દાદાના સ્થાનકે ભગવાન શ્રીગણેશની ફુલોની સુંદર આંગીઓથી શણગાર કરવામાં આવી હતી .
સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં આદિકાળથી સર્વદેવોમાં એકમાત્ર પાર્વતીપુત્ર ગજાનન સંકટ હરન અને વિઘ્નહર્તા તરીકે પૂજાય છે.શિવ અને શકિતના સુભગ સમન્વયથી માગશર વદ ચોથના દિવસે ભગવાન ગણેશજીનું પ્રાગટય થયુ હતું ત્યારે સર્વના સંકટ હરનાર દેવ હોવાથી આ દિવસને સંકટ ચતુર્થી અને વેપારી ચતુર્થી તરીકે પણ માનવામાં આવે છે .
ભગવાન ગણેશજીની કોઈપણ ચતુર્થીનું વ્રત કરવાથી તમામ સંકટોનું નિવારણ થાય છે.તેમજ ઘર પરીવાર અને ધંધા રોજગારમા સુખસંપત્તિ અને સમૃધ્ધિમાં વધારો થાય છે .
આજના પાવન દિવસે શહેરનાં પંચાયત ગણેશ મંદીર, થળીના મઠ સ્થિત ગણેશ મંદીર, જોષીઓની ખડકી પાસે આવેલા કૂવા વાળા ગણપતિ, કાળા ભટ્ટનાં મહાઢ પાસે આવેલાં રેણુનાં ગણપતિ, ગોવિંદ મધવ મદીર સ્થિત ડાભી એને જમણી સુઠ વાળા ગણપતિ, જડિયાવિર સ્થીત ગણપતિ દાદાના મંદિરે મૂર્તિને ફુલોની વિશિષ્ટ આંગીથી સુશોભીત કરવામાં આવી હતી.દાદાના વિવિધ મંદિરોમાં વહેલી સવારથીજ શ્રધ્ધાળુ ભક્તોએ દાદાના દર્શન કરી દાદાના આર્શીવાદ મેળવ્યા હતા .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here