સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ભણકારા વાગી રહયા છે ત્યારે જ મતદારોમા વિરોધના સુર ઉઠ્યા

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર 5 મા વ્હાલા દવલાની નીતિ અપનાવી વિકાસના કામો જ હાથ ધરાતા ન હોવાનો સ્થાનિકોનો આરોપ

મુખ્યમંત્રી સહિત ચીફઓફિસરને આરબટેકરા નવીનગરીના લોકોની ઉગ્ર રજુઆત આવેદનપત્ર દ્વારા કરાસે

અપુરતુ પાણી રસ્તાઓની બિસ્માર હાલત સ્ટ્રીટ લાઇટો સાફસફાઈ પ્રત્યે દુર્લક્ષતા સહિત વર્ષોથી જીવલેણ લીમડો કાપવાની રજુઆતો છતાં કોઈ જ ઉકેલ ન આવતા ચૂંટણીના બહિષ્કારની ચીમકી

રાજપીપળા નગરના વોર્ડ નંબર 5 મા વસવાટ કરતા સ્થાનિક લોકોએ સ્થાનિક સ્વરાજ્ની સંસ્થાઓની ચૂંટણીઓની ચૂંટણીઓના ટાંણે જ પોતાના વિસ્તારમાં નગરપાલિકાના શાસકો દ્વારા કોઇ કામગીરી હાથ ધરવામાં ના આવતા વિકાસના કામો માટે વ્હાલા દવલાની નીતિ અપનાવી કામગીરીઓ કરાતી હોવાનું આરોપ લગાવી નગરપાલિકાની ચૂંટણી પહેલા સમસ્યાઓ દુર કરવાની માંગ કરી છે, જો સમસ્યાઓ દુર કરવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે.

રાજપીપળાના વોર્ડ નંબર 5 મા વસવાટ કરતા સમરબાનુ અલ્તાફ હુસેન મકરાણી સહિતના 70 થી 80 લોકોએ સહીઓ કરી ચીફઓફિસરને ઉદ્દેશીને આવેદનપત્ર લખેલ છે. જેની જાણકારી મુખ્યમંત્રી સહિત સાંસદ, ધારાસભ્ય,નિયામકશ્રી નગરપાલિકા, કલેક્ટર સહિત નાઓને પણ કરાઇ છે .

આવેદનપત્રમા જણાવ્યું છે કે આરબટેકરા અને નવીનગરી વિસ્તારમાં વર્ષો થી વિકાસ ના નામે મીંડુ છે, સ્થાનિક રહીશોને પાણી, રસ્તા,સ્ટ્રીટ લાઇટો,સાફસફાઈ, ધાર્મિક સથળે કબ્રસ્તાન તરફ જવા લાઇટો ન હોય રસતાના ઠેકાણા ન હોય લોકોને ભારે હાલાકી ભોગવવા મજબૂર થવુ પડતું હોય છે. પાંચ છ વર્ષથી જીવલેણ લીમડો કાપવાની રજુઆત કરાઇ છે જે હજુસુધી કપાયેલો નથી, આ વી અનેક સમસ્યાઓનો પત્રમા વર્ણન કર્યું છે.

આવેદનપત્રમા સ્પષ્ટ જણાવ્યું છે કે જો ચૂંટણીઓ પહેલા સમસ્યાઓ દુર કરવામાં નહીં આવે તો આ વિસ્તારમાં વસવાટ કરતા લોકો ચૂંટણીનુ બહિષ્કાર કરસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here