કાલોલ નગરપાલિકાના માજી પ્રમુખની કંપનીના કર્મચારી ઉપર ચાર શખસો દ્વારા હુમલાની ફરિયાદને લઈને પોલીસે તપાસ શરૂ કરી

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ નગર પાલિકા ના માજી પ્રમુખ કમલેશભાઈ ઉર્ફે ગોપાલભાઈ પંચાલ ની કંપની મા સીવીલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ઈસમ અને મજૂરો ની ચાર ઈસમો દ્વારા મારપીટ કરી ગાળો બોલી ભય નું વાતાવરણ ઉભું કરી જાહેરનામા નો ભંગ કરનારા લોકો સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. ફરિયાદ ની વિગતો મુજબ ભાવેશકુમાર કિરીટભાઈ સુથાર વાડીલાલ એન્જિનિયર્સ કંપનીમાં સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે તેઓની કંપની નો કોન્ટ્રાક્ટ અરિસ્ટા લાઇફ સાયન્સ ઈન્ડિયા કંપની લિમિટેડ મા સિવિલ નો કોન્ટ્રાક્ટ ચાલતો હોવાથી ગત તા ૦૧/૧૦ ના રોજ સિવિલ કામના મજૂરો લઈને કંપનીમાં કામ કરાવવા ગયા હતાઅને સાંજના ૬:૦૦ કલાકે કામ પૂરું કરી કંપનીની બહાર ચોકડી પાસે ઉભા રહીને એમ.પી થી મજૂરો લાવ્યા હતા તેની વાતો કરતા હતા તે સમયે બે મોટરસાઈકલ ઉપર ચાર માણસો આવેલા અને ગંદી ગાળો બોલતા તેઓને જણાવેલ કે અમે અહીં ઉભા રહીને અમારી મેટર ની વાતો કરીએ છીએ તમે ગાળો બોલશો નહીં જેથી અમિતભાઈ રાઠોડે ઉશ્કેરાઈ ને બિભત્સ ગાળો બોલી ગડદા પાટુ નો માર માર્યો અને મોટરસાયકલ ઉપર થી દંડો લઈને આવી ભાવેશભાઈને શરીર ઉપર મારી દીધો તથા સંદીપભાઈ રાઠોડે કમર પટ્ટો કાઢીને છાતીમાં મારેલો અને ગડદાપાટુનો માર માર્યો રાજકુમાર સિસોદિયાએ પણ ધર્મેન્દ્ર મુનિયા ને કમર પટ્ટા વડે કમરના ભાગે અને પગના ભાગે મારેલો વનરાજભાઈ રાઠોડે પણ કમર પટ્ટો કાઢીને એમપી થી આવેલા મજૂરો ચેતનભાઇ ને ઇજાઓ કરેલી મારામારી અને બૂમાબૂમ થતા મહિલા મજૂરો સીમાબેન ,સવિતાબેન વિગેરે ગભરાઈને સ્થળ પરથી નાસી ગયેલ વધુ માર થી બચવા માટે ભાવેશભાઈ તથા અન્ય ઈસમો પણ ત્યાંથી દોડી ને નાસી ગયેલા. મોટરસાઇકલ પર આવેલા ચાર જણાએ જાનથી મારી નાખવાની ધમકી આપી મારામારી કરી ભય અને ડર નું વાતાવરણ ઊભું કરતા કલોલ પોલીસ સ્ટેશનમાં આ ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાવતા જાહેરનામા ભંગ સહિત ની મારામારી તથા ધાકધમકી આપવા, જાનથી મારી નાખવાની ધમકીઓ બદલની ફરિયાદ દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી ચાર ઈસમોની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here