જાંબુઘોડાથી ઉંચાપાણ તરફ જઈ રહેલા મોટર સાયકલ સવાર દંપત્તિને રેતી ભરેલી ટ્રકના ચાલકે ટક્કર મારતા મોટર સાયકલ ચાલકનું ટુંકી સારવાર બાદ મોત

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

જાંબુઘોડાથી ઉંચાપાણ તરફ જઈ રહેલા મોટર સાયકલ સવાર દંપત્તિને રેતી ભરેલી ટ્રકના ચાલકે ટક્કર મારતા મોટર સાયકલ ચાલકનું ટુંકી સારવાર બાદ મોત નિપજયું હતુ, ટ્રકની ટક્કર વાગતા રોડ પર પટકાયેલા મોટર સાયકલ ચાલક વિમલ બારીયાના શરીર ઉપર રેતી ભરેલી ટ્રક ના પાછળ વ્હીલ ચડી જતા ગંભીર ઇજા ને લઈ ટુંકી સારવાર બાદ મોત નિપજયુ હતુ
જાણવા મળ્યા મુજબ જાંબુઘોડા તાલુકા ના ખોડસલ ગામે રહેતા વિમલભાઈ વિજયભાઈ બારીયા તેમની પત્ની સાથે બાઈક ઉપર ઉંચાપાણ ખાતે કામ અર્થે જઈ રહ્યા હતા તે સમયે કણજીપાણી બસ સ્ટેન્ડ પાસે સામે થી રેતી ભરી માતેલા સાંઢ ની જેમ આવી રહેલા ટ્રકે મોટર સાયકલ ચાલક વિમલભાઈ ને ટક્કર મારતા વિમલભાઈ રોડ ઉપર પડી જતા ટ્રકના પાછળ ના તોતિંગ પૈડા વિમલભાઈ ના એક બાજુના શરીર પર ફરી વળતા વિમલભાઈ ને માથામાં તેમજ શરીર ના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓને સ્થાનિકો એ 108 બોલાવી ઈજા ગ્રસ્ત ને જાંબુઘોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો
જાંબુઘોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ના ફરજ પર હાજર ડોકટરે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વિમલ બારીયા ની પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર અર્થે તાત્કાલીક વડોદરા એસ.એસ.જી. હોસ્પીટલ ખાતે રીફર કર્યો હતો જ્યાં રસ્તા માં તેનુ મોત નિપજયું હતુ
છોટાઉદેપુર જિલ્લાના અને જાંબુઘોડા તાલુકા ને અડીને આવેલા ડુંગરવાંટ રોડ પર ના કેટલાક સ્ટોક હોલ્ડરો પાસે થી તેમજ નદી કિનારા ના અનેક ગામો માંથી રેતી ભરી ને આવતા હાઇવા,ટ્રકો ડુંગરવાટ રોડ ઉપર થઈ જાંબુઘોડા થઈ બેફામ પણે કોઈની પણ રોકટોક કે કાયદા કાનૂન ને નેવે મૂકી ચાલી રહી છે જો તંત્ર દ્વારા આ રેતી ભરેલા વાહન ચાલકો ઉપર રોક લગાવવા માં નહીં આવે તો આવા અકસ્માતો માં અનેક નિર્દોષ વાહન ચાલકો અકસ્માત નો ભોગ બનશે જેવી ભીતિ સેવાઈ રહી છે
આજ રોજ બપોરે બનેલા આ બનાવ માં રેતી ભરીને માતેલા સાંઢ ની જેમ દોડતા ટ્રક ,હાઈવા ના લીધે જાંબુઘોડા તાલુકાના ખોડસલ ગામ ના યુવાન ના મોત ના પગલે ભારે રોષ ભભૂકી ઉઠયો છે અને આજ ના આ બનાવ માં યુવાન જીવ ગુમાવતા પરીવાર માં ભારે માતમ છવાયો હતો અને રેતી ભરી બેફામ પણે ચાલતા રેતી ના ટ્રક ચાલકો સામે ઠેર ઠેર ભારે રોષ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here