રાજપીપળા પાસેના નવાવાધપુરા ગામની ચોકડીએ પુરપાટ ઝડપે દોડતા હાઇવા ટ્રકે મોટરસાઈકલને અડફેટે લેતાં ચાલકનુ સ્થળ પર જ મોત

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

અકસ્માત કરી મોટરસાઈકલ ચાલકને મોતને ઘાટ ઉતારી ટ્રક ચાલક ફરાર

નર્મદા જિલ્લામા ગેરકાયદેસર રેતી ભરી દોડતા વાહનો વારંવાર અકસ્માત સર્જતા હોય એના પર બ્રેક લગાવાસે ખરી ???

નર્મદા જિલ્લામા ગેરકાયદેસર રેતી ભરી દોડતા વાહનો વારંવાર અકસ્માત સર્જતા હોય છે, સ્થાનિક લોકો આ અકસ્માતોના ભોગ બનતાં હોય છે. બેફામપણે દોડતા વાહનો ઉપર પોલીસ તંત્ર સહિત આર. ટી. ઓ. વિભાગની કોઈ લગામ જ નથી!! ખાણ ખનીજ વિભાગ પણ કુંભકર્ણની નિદ્રામા પોઢયુ હોય એમ માત્ર નામની જ કામગીરી કરવામાં આવે છે.છાસવારે થતાં અકસ્માતોથી લોકો મોતને ભેટ્યા છે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી !!

ગતરોજ ગાંધીજયંતીના અવસરે જ સાંસદ મનસુખભાઈ વસાવાના વતન સમા નવાવાધપુરા ગામની ચોકડી ઉપરથી પોતાની મોટરસાઈકલ ઉપર સવાર થઇને છત્રસિંહ ગોપાલસિંહ તડવી નાઓ સવારના આઠ વાગ્યાના સુમારે રહે. નવાવાધપુરા રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પોતાની હાઇવા ટ્રક નંબર GJ 05 BT 0141 નો ચાલક પુરપાટ ઝડપે ગફલત ભરી રીતે પોતાનું વાહન હંકારતા રસ્તાને ક્રોસ કરતા ઇસમને અડફેટમા લેતા ગંભીર અકસ્માત સર્જાતા મોટરસાઈકલ ચાલકને માથામાં શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનુ અકસ્માત સથળેજ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.

અકસ્માત કરી હાઇવા ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here