છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લુંટ,મારામારી તેમજ પ્રોહીબીશનના ગુનાના કામના બે આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

શ્રી એમ.એસ.ભરાડા ઇન્ચા. પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે છોટાઉદેપુર જિલ્લામાં ઝઘડો તકરાર કરી જાહેર સુલેહશાન્તિનો ભંગ કરતા હોય અને સમાજમાં અશાન્તી ઉભી કરે અને અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય તેવા માથાભારે ઇસમો વિરૂધ્ધ પાસા તથા તડીપારની કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ
આ કામના સામાવાળા વરશનભાઇ ઉર્ફે વરો જન્દુભાઇ રાઠવા રહે.ધોળીયાલા , પટેલ ફળીયું તા.જેતપુરપાવી જી.છોટાઉદેપુર નાની વિરૂદ્ધમાં (૧) કરાલી પો.સ્ટે. ફસ્ટ પાર્ટ ગુ.ર.નં. ૩૦/૨૦૧૫ ઇ.પી.કો કલમ ૪૬૧,૩૭૯,૧૧૪ મુજબ (૨) કરાલી પો.સ્ટે. ફસ્ટ પાર્ટ ગુ.ર.નં. ૨૫/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૩૯૪ મુજબ (૩) કરાલી પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં. ૨૯/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૫૦૪,૫૦૬(૨) મુજબ (૪) કરાલી પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં. ૦૨/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૩૨૩,૩૨૪,૩૦૭,૧૧૪ મુજબ તથા આ કામના સામાવાળા મહેશભાઇ જયંતીભાઇ વસાવા રહે.કોટાલી , વસાવા ફળીયું તા.સંખેડા જી.છોટાઉદેપુર નાની વિરૂદ્ધમાં (૧) સંખેડા પો.સ્ટે. થર્ડ પાર્ટ ગુ.ર.નં.૮૦૮/૧૪ પ્રોહી કલમ-૬૬(૧)બી, ૬૫ એ ઇ, ૧૧૬ બી મુજબ (૨) સંખેડા પો.સ્ટે. થર્ડ પાર્ટ ગુ.ર.નં.૦૩/૧૮ પ્રોહી કલમ- ૬૫ ઇ મુજબ (૩) સંખેડા પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૯૨૧૦૮૨૨/૨૦૨૧ પ્રોહી કલમ- ૬૫એ ઇ,૯૮(૨),૧૧૬(૨),૮૧,૮૩ મુજબના ગુના નોંધાયેલ હતા જે સબંધે બન્ને સામાવાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ જેથી જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી છોટાઉદેપુર નાઓ દ્વારા સામાવાળાની પાસા દરખાસ્ત મંજુર કરતા શ્રી એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ દ્રારા બન્ને સામાવાળાને આજરોજ પાસા હેઠળ અટકાયત કરી જુનાગઢ તથા રાજકોટ જેલ ખાતે મોકલી આપેલ છે…..
: પાસા હેઠળ અટક થયેલ સામાવાળા :
(૧) વરશનભાઇ ઉર્ફે વરો જન્દુભાઇ રાઠવા રહે.ધોળીયાલા ,પટેલ ફળીયું તા.જેતપુરપાવી જી.છોટાઉદેપુર
(૨) મહેશભાઇ જયંતીભાઇ વસાવા રહે.કોટાલી,વસાવા ફળીયું તા.સંખેડા જી.છોટાઉદેપુર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here