ગોધરા બસ સ્ટેશન ખાતે જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારે હાથમાં ઝાડુ અને કચરો વીણીને સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન બન્યું વેગવંતુ

જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત બસ સ્ટેશનના અધિકારીશ્રીઓ,કર્મચારીઓ અને સફાઈ કર્મીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા

પંચમહાલ જિલ્લાને સ્વચ્છ બનાવવા નાગરિકોને અપીલ કરતા જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમાર

સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાનની સફાઈ ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશને સફળ બનાવવા માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે,ત્યારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં આજથી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ થયું છે.

આજરોજ ગોધરા બસ સ્ટેશન ખાતે પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા, જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમાર સહિત બસ સ્ટેશનના અધિકારીશ્રીઓ,કર્મચારીઓ અને સફાઈમિત્રો સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાઈને સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી.
જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને જિલ્લા કલેકટરશ્રી દ્વારા હાથમાં ઝાડુ લઈને સફાઈ કરાઈ હતી. આ સાથે ઝભલામાં કચરાને એકત્રિત કરવામાં આવ્યો હતો.

આ તકે જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે,દર રવિવારે અલગ અલગ થીમ આધારિત આગામી બે મહિના સુધી ચાલનારા સ્વચ્છતા અભિયાનમાં આપણે સૌકોઈ સાથે મળીને સહિયારા પ્રયત્નો થકી પંચમહાલ જિલ્લાને સ્વચ્છ અને સુઘડ બનાવીએ.આ તકે તેમણે ઉપસ્થિતોને સ્વચ્છતાનું મહત્વ અને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પંચમહાલવાસીઓને અપીલ કરી હતી કે સ્વચ્છતા પર ખાસ ધ્યાન રાખવામાં આવે અને સ્વચ્છતા હી સેવા અભિયાનને વેગવંતુ બનાવવામાં તરફ આગળ વધવા જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here