સિધ્ધપુર તાલુકાના બિલિયા ગામ અને પ્રકાશ વિધાલયનું ગૌરવ

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિધ્ધપુર તાલુકાના બિલીયા ગામના વાતની તેમજ પ્રકાશ વિધાલયના ભૂતપૂર્વ વિધાર્થીઓ રાજપૂત પંકજસિંહ ચમનજી તથા સિધ્ધરાજ સિંહ દિનેશજી B.S.F ની પરિક્ષા પાસ કર્યા બાદ સહાયક પ્રશિક્ષણ કેન્દ્ર, ઉધમપુર (જમ્મુ) ખાતેથી ૪૪ અઠવાડિયાની ટ્રેનીંગ પૂર્ણ કરી આજરોજ માદરે વતન પરત ફરતા બંને જવાનોનું પ્રકાશ વિધાલય માં પ્રાર્થનાસભા દરમ્યાન તેમના પરિવારના સભ્યો, સ્નેહીજનોની હાજરીમાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના ટ્રસ્ટીઓ વશરામભાઈ પટેલ,એમ જે.પટેલ,મંત્રી પુરૂસોત્તમભાઈ પટેલ, ગામના ઉપ સરપંચ વિજય ભાઈ પટેલ,પૂર્વ સરપંચ દિલીપભાઈ પટેલ,શાળાના આચાર્ય સુરેશભાઈ સુંઢીયા,N.C.C નાં કેપ્ટન નિતીનકુમાર મોદી તથા શાળાના સર્વ સ્ટાફ મિત્રો દ્વારા ફૂલહાર,સાલ,પુષ્પ ગુચ્છથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું.ત્યાર બાદ સમગ્ર ગામમાં રેલી યોજી ગ્રામજનો દ્વારા પણ બન્ને જવાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here