સંખેડા આમ આદમી પાર્ટીના ઉમેદવાર રંજનભાઇ તડવીએ સમર્થકો સાથે બોડેલી ખાતે ફોર્મ ભર્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા વિધાનસભાની બેઠકમાંથી આપ પાર્ટીના ઉમેદવાર આજે બોડેલી તાલુકાના સેવાસદન ખાતે આમ આદમી પાર્ટી સમર્થક સાથે ફોર્મ ભર્યું હતું સેવા સદન ખાતે રંજનભાઈ તડવી એડવોકેટ તેઓએ જણાવ્યું હતું કે સંખેડા વિધાનસભા૧૩૯ પર આમ આદમી પાર્ટીની જીતની આશા વ્યક્ત કરી હતી રંજનભાઇએ જણાવ્યું હતું કે તેમજ અમારા આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ ની ખૂબ જ રાત દિવસ ની મહેનત હોવાથી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સંખેડા વિધાનસભા૧૩૯ માં બહુમતીથી અમે ૧૦૦ ટકા જીત હાસિલ કરીશું તેવું જણાવ્યું હતું ત્યારે છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટી પ્રમુખ ડી એન રાજપુત સાહેબે જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લામાં ત્રણે ત્રણ ઉપર આમ આદમી પાર્ટીની જીત થશે તેવું જણાવ્યું હતું ત્યારે બોડેલી આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી બોડેલીના દીલૂભાઈ ઠક્કર તેમજ અલીપુરાના અમજદભાઈ સુલતાનજી ખત્રી અને રિઝવાન ભાઈ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને બોડેલી સેવાસદન ખાતે રંજનભાઈ તડવીનું આમ આદમી પાર્ટીનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here