છોટાઉદેપુરમાં દરબાર હોલ ખાતે આંગણવાડીના બાળકોના સર્વાંગીય વિકાસ અને આ બાબતે વાલીઓમાં જાગૃતિ આવે તે માટે મેળાનું આયોજન કરવામાં આવ્યું

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર ની પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રોજેક્ટ અંતર્ગત આંગણવાડી ના બાળકો ના સર્વાંગી વિકાસને લક્ષ્ય માં રાખી બાળકો માટે અભ્યાસક્રમ તેમજ શૈક્ષનિક સામગ્રી બાળકો અને તેમના વાલીઓને માહિતગાર કરવા માટે છોટા ઉદેપુર ના દરબાર હોલ ખાતે ભૂલકાં મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છોટા ઉદેપુર જીલ્લા ના 100 થી વધું બાળકો તેમજ તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ બાળકો ને આંગણવાડી માં ઉતસાહ થી આવવા પ્રેરે અને રમતા રમતા તેઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે આયોજિત કરવામાં આવ્યો હતો. જીલ્લા પંચાયત પ્રમુખ મલકા બેન પટેલ, ભાજપા મહામંત્રી અને પૂર્વ ધારસભ્ય શંકરભાઈ રાઠવા તેમજ ભાજપા જીલ્લા મહામંત્રી મેહુલભાઈ પટેલ સહિત જીલ્લા ના અઘિકારી ઓ ઉપસ્થિત રહી બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here