સિદ્ધપુરના કાકોશીમાં વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુરના કાકોશી પ્રા. શાળાના તળાવ પાસે ગત શુક્રવારે વરલી મટકાના સ્થળ પર પાટણ એસઓજી સ્ટાફના માણસોએ બાતમી આધારે છાપો મારી એક શખ્સને વરલી મટકાના સાહિત્ય તેમજ ૧૦૫૦૦ ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.આ મામલે આ શખ્સ વિરુદ્ધ જુગાર ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. સિદ્ધપુરના કાકોશી પ્રાથમિક શાળા પાસે આવેલ તળાવ નજીક શુક્રવારે એક શખ્સ વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમતો-રમાડતો હોવાની બાતમીના આધારે એસઓજી સ્ટાફના માણસોએ જુગારવાળા સ્થળે જઈ છાપો મારતા પિંજારા ઈકબાલભાઈ ઈબ્રાહીમભાઈ પોતાના મહોલ્લામાં તેના ઘરની આગળના ભાગે બેસી પોતાના અંગત ફાયદા સારું વરલી મટકાનો આંક ફરક નો જુગાર રમી રમાડતો ઝડપાતા પોલીસે સ્થળ ઉપરથી જુગારનું સાહિત્ય તેમજ ૧૦૫૦૦ ની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ તેની અટક કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે એકબાજુ જિલ્લામાં નિમણુંક પામેલા નવા એસપી વિજય પટેલ જિલ્લાને દારૂ-જુગાર અને નશીલા પદાર્થોના વેચાણની બદી થી મુક્ત કરવા કટિબદ્ધતા દર્શાવી ચુક્યા છે.ત્યાં બીજીતરફ સિદ્ધપુર તાલુકામાં દારૂ,જુગાર સહિત નશીલા પદાર્થોના વેચાણની બદીએ માઝા મૂકી છે ત્યારે કામગીરીના ભાગરૂપે રોજબરોજ એકલદોકલ કેસ કરતી જિલ્લા પોલીસ તાલુકા માંથી દારૂ,જુગાર અને નશીલા પદાર્થોનું વેચાણ કાયમી ધોરણે બંધ કરાવી યુવાધનને બરબાદીના માર્ગે જતું અટકાવે તેવું તાલુકાના પ્રબુદ્ધ નાગરિકોની પ્રબળ માંગ ઉઠવા પામી છે.જો આ બાબતે સત્વરે કોઈ કડક અને અસરકારક પગલાં પોલીસ દ્વારા લેવામાં નહિ આવે તો તેના પડઘા આગામી વિધાનસભા ચૂંટણીમાં પડશે તે ચોક્કસ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here