નર્મદા : કોરોનાની મહામારીમા બેંકો સામાજિક દાઇત્વ નિભાવવા આગળ આવી

રાજપીપલા,(નર્મદા)
પ્રતિનિધિ :- આશિક પઠાણ

રાજપીપલાની બેન્ક ઓફ બરોડા દ્વારા સી.એસ.આર. ફંડમાંથી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાને ૧ હજાર માસ્ક, ૧ હજાર સેનીટાઇઝેશનની બોટલ અને ૧ હજાર હેન્ડ ગ્લોવ્ઝનું સાધન સહાયના રૂપમાં કરાયેલું દાન

નોવેલ કોરોના વાયરસ સંક્રમણ સંદર્ભે સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવતી રાજપીપલાની બેન્ક ઓફ બરોડા

સમગ્ર વિશ્વમાં નોવેલ કોરોનાની મહામારી ફેલાયેલી છે, દેશ અને ગુજરાત રાજ્ય પણ તેમાંથી બાકાત રહ્યું નથી ત્યારે, ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે કોરોના વાયરસ કોવીડ-૧૯ ના સંક્રમણને વધુ ન ફેલાય અને તેને અટકાવવા માટે જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુચારૂં વ્યવસ્થાતંત્ર ગોઠવાયું છે. રાજપીપલાના લીડ ડિસ્ટ્રીક્ટ બેંક મેનેજરશ્રી ગોંવિદભાઇ પ્રજાપતિએ રાજપીપલાની બેન્ક ઓફ બરોડાની મુખ્ય શાખાના બ્રાન્ચ મેનેજરશ્રી સજલ મેડા તથા શ્રી ભરતભાઇ કોઠારીની રાહબરી હેઠળ બેન્કના સી.એસ.આર. ફંડમાંથી આજે જિલ્લા પંચાયતના ભવન ખાતે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાને ૧ હજાર માસ્ક, ૧ હજાર સેનીટાઇઝેશનની બોટલ અને ૧ હજાર હેન્ડ ગ્લોવ્ઝનું સાધન સહાયના રૂપમાં દાન અપાયું હતું. આમ, બેન્ક ઓફ બરોડાએ પ્રર્વતમાન નોવેલ કોરોના વાયરસ સંક્રમણ સંદર્ભે ઉક્ત સાધન સહાય થકી બેન્કે પોતાનું સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.

રાજપીપલાની બેન્ક ઓફ બરોડાની મુખ્ય શાખાના બ્રાન્ચ મેનેજરશ્રી સજલ મેડાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં કોવીડ-૧૯ ની મહામારી ચાલી રહી છે, ત્યારે બેન્ક ઓફ બરોડા તરફથી જરૂરીયાતમંદ લોકોને માસ્ક, સેનીટાઇઝેશન અને હેન્ડ ગ્લોવ્ઝનો લાભ મળી રહે તેવા આશયથી આજે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાને ઉક્ત ચીજ વસ્તુઓનું સાધન સહાયના રૂપમાં દાન અપાયું છે.

જિલ્લા પંચાયતના વેરહાઉસના ઇન્ચાર્જ જિલ્લા ફાર્માસીસ્ટ શ્રી અમીતભાઇ વ્યાસે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં રાજપીપલા ખાતેની બેન્ક ઓફ બરોડા તરફથી સી.એસ.આર. ફંડમાંથી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાને આજે સેનીટાઇઝેશન, માસ્ક અને હેન્ડ ગ્લોવ્ઝના જથ્થાનું દાન સાધન સહાયના રૂપમાં દાન અપાયું છે, ત્યારે આ અભિગમને તેઓએ આવકારી કર્મચારીઓ અને જાહેર જનતાને તેનો લાભ મળી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here