સિદ્ધપુર ખાતે હનુમાન જયંતિની પરંપરાગત રીતે ઉજવણી કરાઈ

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

ધાર્મિક નગરી સિદ્ધપુર શહેરમાં આવેલા છબીલા હનુમાન,રોકડીયા હનુમાન, પંચમુખી હનુમાન, ખડાલિયા હનુમાન,બાલા હનુમાન, મનોકામના સિદ્ધ હનુમાન,રંગીલા હનુમાન, શિવસાગર હનુમાન,ભીડ ભંજન હનુમાન જેવા દાદા ના વિવિધ મંદિરોમાં તેમના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે સુંદરકાંડ, હનુમાન ચાલીસાના પાઠ તેમજ મારુતિ યજ્ઞ સહિત ના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.ચૈત્રી પૂનમ અને શનિવારના યોગાનુયોગ સંયોગના પાવન દિવસે આવેલા હનુમાન જયંતિ પર્વે નિજ મંદિરોમાં વહેલી સવારથી દાદાની આરતી,મહાપુજા, અભિષેક બાદ સુંદરકાંડના પાઠ સહિત હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યુ હતું.આ ઉપરાંત મારુતિયાગ,ભજનકીર્તન શ્રી રામધૂન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં દાદાના ભક્તોએ ઉમળકાભેર જોડાયા હતા.
સિદ્ધપુરના રંગીલા હનુમાનજી મંદિર ખાતે ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સિદ્ધપુરમાં દાદાના જન્મોત્સવમાં ભક્તોએ મહાંપ્રસાદ,બુંદીનો પ્રસાદ આરોગી ધન્યતા અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here